Victor 303: ફિલ્મના મેકર્સ અને એકટરે પોસ્ટર શૅર કરી લખ્યું "મહાદેવ-મહાદેવ. સિંહના ખોરડે ગલુડિયા ન જન્મે!" આ ડાઈલોગ ફિલ્મના પાત્ર વિક્ટરની શક્તિ અને બહાદુરીને વર્ણવતાં કહેવામાં આવી છે.
વિક્ટર 303નું પોસ્ટર
ગત વર્ષ ગુજરાતી ફિલ્મો માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ સાથે નવું વર્ષ એટલે કે 2025 પણ ગુજરાતી ફિલ્મો માટે એકદમ જબરદસ્ત રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે વર્ષની શરૂઆત જ એક એવી ફિલ્મથી થવાની છે. હાલમાં એક્શન ફિલ્મ ‘વિક્ટર 303’નું (Victor 303) ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ `વિક્ટર 303` એક્શન, કૌટુંબિક અને સ્થિતિસ્થાપકતાની વાત કરી આ ફિલ્મ 3 જાન્યુઆરી, 2025 ના રોજ રિલીઝ (Victor 303) થવા જઈ રહી છે. આ ફિલ્મનું થોડા સમય પહેલા ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં વિક્ટરનો દમદાર એક્શન લૂક અને તેના પાત્રનો પરિચય કરવવામાં આવ્યો હતો. ફિલ્મના મેકર્સ અને એકટરે પોસ્ટર શૅર કરી લખ્યું "મહાદેવ-મહાદેવ. સિંહના ખોરડે ગલુડિયા ન જન્મે!" આ ડાઈલોગ ફિલ્મના પાત્ર વિક્ટરની શક્તિ અને બહાદુરીને વર્ણવતાં કહેવામાં આવી છે. આ ફિલ્મમાં બહાદુરી અને સાંસ્કૃતિક ગૌરવ સાથે એક ડેપ્થ સ્ટોરી દર્શકોને જોવા મળશે એવું મેકર્સે કહ્યું હતું.
ADVERTISEMENT
આ ફિલ્મના ટ્રેલરની (Victor 303) વાત કરીયે તો ફિલ્મમાં માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાના લગ્નમાં ખલેલ પાડીને બદલો લે છે. અજાણતાં, અને જોગાનુજોગ, આ લગ્નની રાતે આવેશમાં લીધેલાં વિક્ટરના પગલાં આગળ જતાં એક મોટી અને ઘાતકી લડાઈનું કારણ બને છે અને તે સાથે જ, વિક્ટર માળિયા-મિયાણા પર રાજ કરતા મીઠાંના ઠેકેદારોનો દુશ્મન બની જાય છે. પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે.
વિક્ટર ૩૦૩માં એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. વિક્ટર ૩૦૩ની સ્ટોરી એક દટાયેલા ભૂતકાળ અને ભવ્ય વારસાની છે. આ વાર્તા, ફરજ અને જવાબદારીની વાર્તા છે. નિર્માતાઓ આ રસપ્રદ જાહેરાત સાથે પોસ્ટર (Victor 303) સાથે સંકેત આપ્યા છે કે ફિલ્મમાં ખૂબ જ હાઈ-ઓક્ટેન એક્શન સિન્સ છે જ્યારે ઈમોશન્સ પણ છે, જે દર્શકોને સિનેમા છોડ્યા પછી લાંબા સમય સુધી રોમાંચક સવારી કરાવશે.
View this post on Instagram
ફિલ્મમાં જગજીતસિંહ વાઢેર લીડ રોલમાં તો તેની સાથે અંજલી બારોટ (Victor 303) અને આલિશા પ્રજાપતિ પણ સ્ક્રીન શૅર કરશે. ફિલ્મને સ્વપ્નિલ મહેતા દ્વારા ડિરેક્ટ અને લખવામાં આવી છે. `વિક્ટર 303` 3જી જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે." ફિલ્મની સ્ટોરીલાઇન હજુ પણ આવરિત છે, પરંતુ રસપ્રદ પ્રમોશનલ સામગ્રી આ ફિલ્મમાં હીરોની સફર છે જે તમામ ઉંમરના પ્રેક્ષકોને આકર્ષિત કરવા માટે રોમાંચક અને ભાવનાત્મક રીતે ચાર્જ કરશે. વિક્ટર 303 ગુજરાતી એક્શન એન્ટરટેઈનર્સમાં વધુ એક પ્રકરણ ઉમેરવા માટે તૈયાર છે. આ ટ્રેલરે દર્શકોમાં ઘણી અપેક્ષાઓ બનાવીછે જેઓ આ એક્શનથી ભરપૂર સ્ટાઇલિશ ફિલ્મને મોટા પડદા પર જોવા માટે આતુર છે.