કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.
વિકી કૌશલની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’
વિકી કૌશલની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’ને સેન્સર બોર્ડે U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી અને પંજાબી ઍક્ટર-સિંગર એમી વિર્ક પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૯ જુલાઈએ રિલીઝ થવાની છે. એનું ‘તૌબા તૌબા’ ગીત ખૂબ ફેમસ થયું છે અને વિકીનાં ડાન્સ સ્ટેપ્સ તો લોકોને ખૂબ ગમી રહ્યાં છે. આ ફિલ્મ બે કલાક અને બાવીસ મિનિટની છે. ફિલ્મમાં ડ્રામા, ઍક્શન અને કૉમેડી પણ જોવા મળશે. ફિલ્મને આનંદ તિવારીએ ડિરેક્ટ કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.