Vash`s Hindi Remake `Shaitaan`: ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અજય દેવગનની તસવીર સાથે કેટલીક માહિતી આપી છે જે વશ ફિલ્મની હિન્દી રિમેકને જોવા ઉત્સાહિત ચાહકોને આનંદિત કરી શકે છે.
નીલમ પંચાલે શૅર કરેલી સ્ટોરીનો સ્ક્રીન ગ્રૅબ અને અજય દેવગનની તસવીરનો કૉલાજ
Vash`s Hindi Remake `Shaitaan`: જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતેન કુમાર, હિતુ કનોડિયા ફેમ વશ ફિલ્મ હવે હિન્દીમાં બનવા જઈ રહી છે ત્યારે અજય દેવગન આ ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતાઓ અને ચર્ચાઓને વેગ મળ્યો છે.
ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અજય દેવગનની તસવીર સાથે કેટલીક માહિતી આપી છે જે વશ ફિલ્મની હિન્દી રિમેકને જોવા ઉત્સાહિત ચાહકોને આનંદિત કરી શકે છે. નીલમ પંચાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અજય દેવગન સ્ટારર રિમેક ઑફ ગુજરાતી હોરર ફિલ્મ હૅશટૅગ વશ ઈઝ ટેન્ટેટિવલી ટાઈટલ્ડ હૅશટૅગ શૈતાન!!
ADVERTISEMENT
Vash`s Hindi Remake `Shaitaan`: આની સાથે જ તેમણે પોતાની પોસ્ટમાં બીજી લાઈન ઉમેરી છે કે ફિલ્મનું ટીઝર ડિસેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ડન્કીની દરેક પ્રિન્ટ સાથે અટેચ્ડ પણ કરવામાં આવશે. અભિનેત્રી નીલમ પંચાલે ચિરાગ વિઠલાનીને આ ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટમાં ટૅગ કર્યા છે અને ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે વિશે પણ માહિતી આપી છે.
અભિનેત્રીએ સ્ટોરી પોસ્ટમાં સૉર્સનો પણ ખુલાસો કર્યો છે જેમાં તેમણે @sumitkadelofficialને ટૅગ કર્યા છે. ગુજરાતી એક્ટ્રેસ નીલમ પંચાલે પોસ્ટમાં લખ્યું છે કે ફિલ્મ વશની રિમેક જેનું ટાઈટલ શૈતાન હોઈ શકે છે તેનું ટ્રેલર ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રિલીઝ થાય તેવી આશા છે.
Vash`s Hindi Remake `Shaitaan`: અજય દેવગન અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. હા, તેઓ ગુજરાતી ફિલ્મ વશની રિમેકમાં સાથે જોવા મળવાના છે. તે ટૂંક સમયમાં જૂનમાં તેનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને ક્વીન ડિરેક્ટર વિકાસ બહલ ડિરેક્ટ કરશે.
Vash`s Hindi Remake `Shaitaan`: `કૈથી` અને `દ્રશ્યમ`ની રિમેક બાદ અજય દેવગણે હવે નવી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ `વશ`એ શાનદાર બિઝનેસ કર્યો હતો. હવે અજય દેવગણે આ સાયકોથ્રીલર સિરીઝને હિન્દીમાં લાવવાની જવાબદારી લીધી છે. ખાસ વાત એ છે કે આમાં તેની સાથે આર માધવન પણ જોવા મળશે. અજય દેવગન તાજેતરમાં જ `ભોલા`ને બોક્સ ઓફિસ પર લાવ્યો હતો જે બિઝનેસની દૃષ્ટિએ એવરેજ સાબિત થઈ હતી. આ પહેલા તેની `દ્રશ્યમ 2` સુપરહિટ રહી હતી.
`સુપર 30` અને `ક્વીન` જેવી ફિલ્મો બનાવી ચુકેલા વિકાસ બહલ ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યા છે. આ રિમેકમાં અજય દેવગણથી લઈને આર માધવન જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને સ્ટાર્સ સાથે કામ કરશે. હાલમાં કાસ્ટ લૉક છે. કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગને જૂન મહિનામાં `વશ`ની રિમેકનું શૂટિંગ શરૂ કર્યું. તેનું શૂટિંગ મૈસુર, લંડનથી મુંબઈ દરમિયાન થવાની ચર્ચા છે.

