Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Upcoming Gujarati Films : આ ચાર ગુજરાતી ફિલ્મો અંગે થઈ મોટી જાહેરાત

Upcoming Gujarati Films : આ ચાર ગુજરાતી ફિલ્મો અંગે થઈ મોટી જાહેરાત

Published : 24 January, 2024 03:30 PM | Modified : 24 January, 2024 03:31 PM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Upcoming Gujarati Films : ગુજરાતી દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે આ ચાર ફિલ્મો

જાનકી બોડીવાલા (ડાબે), યશ સોની (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

જાનકી બોડીવાલા (ડાબે), યશ સોની (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. કૃષ્ણદેવ યાજ્ઞિકની અપકમિંગ ફિલ્મો ‘જગત’ અને ‘ત્રિશા ઑન ધ રૉક્સ’ની રિલીઝ ડેટ જાહેર
  2. ચેતન ધનાની અને અંજલી બારોટ સ્ટારર ‘સાસણ’ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ
  3. મૌલિક ચૌહાણ, નક્શ રાજ સ્ટારિંગ ફિલ્મ ‘મારુતિનંદન’ની જાહેરાત

આ વર્ષ એટલે કે ૨૦૨૪ જાણે ગુજરાતી ફિલ્મ (Gujarati Films)નું ઘોડાપુર લઈને આવ્યું છે. વર્ષની શરુઆતથી જ બૅક ટુ બૅક ફિલ્મસ રિલીઝ થઈ રહી છે. આખા વર્ષ દરમિયાન પણ અઢળક ગુજરાતી ફિલ્મ (Upcoming Gujarati Films) જોવા મળશે. તાજેતરમાં જ એક પછી એક ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. હમણાં જ ચાર ગુજરાતી ફિલ્મો અંગે મોટી જાહેરાત થઈ છે. આવો જાણીએ કઈ ફિલ્મોને લઈને થઈ મહત્વની અને મોટી જાહેરાત…


‘જગત’ અને ‘ત્રિશા ઑન ધ રૉક્સ’ની રિલીઝ ડેટ જાહેર



આ વર્ષની શરુઆત કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની ફિલ્મ ‘ડેની જીગર – એકમાત્ર…’ (Danny Jigar – Ek Matra)થી થઈ હતી. આ ફિલ્મના અંતે જ તેમન આગામી ફિલ્મ યશ સોની (Yash Soni) સ્ટારર ‘જગત’ (Jagat)નો પોસ્ટ ક્રેડિટ સીન દર્શાવવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકોના મનમાં ઉત્સુકતા જાગી છે. ‘જગત’ કૃષ્ણદેવ યાજ્ઞિકના ગુજરાતી કૉપ યુનિર્વસની બીજી ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મ વિશે વધુ માહિતી નથી. પરંતુ તાજેતરમાં જ તેની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે.


‘જગત’ ફિલ્મના પ્રોડક્શન હાઉસ બિગ બૉક્સ સિરીઝ પ્રાઇવેટ લિમિટેડ (Big Box Series Pvt. Ltd.)એ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ફિલ્મની રિલીઝ તારીખ જણાવી છે. ફીલ્મ ૩ મે ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Big Box Series Pvt. Ltd. (@big_box_series)


બિગ બૉક્સ સિરીઝ પ્રાઇવેટ લિમિટેડના આ જ પોસ્ટમાં કૃષ્ણદેવ યાજ્ઞિકની બીજી ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જાનકી બોડીવાલા (Janki Bodiwala) અને રવિ ગોહિલ (Ravi Gohil) સ્ટારર ફિલ્મ ‘ત્રિશા ઑન ધ રૉક્સ’ (Trisha On The Rocks)ની રિલીઝ ડેટ બહાર પાડી છે. આ ફિલ્મ ૨૧ જૂન ૨૦૨૪ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું.

‘સાસણ’ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ

ચેતન ધનાની (Chetan Dhanani) અને અંજલી બારોટ (Anjali Barot) સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘સાસણ’ (Sasan)નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ થશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

‘સાસણ’માં ચેતન ધનાની અને અંજલી બારોટની સાથે મૌલિક નાયક (Maulik Nayak), રાગિની શાહ (Ragini Shah), મેહુલ બુચ (Mehul Buch) અને ચિરાગ જાની (Chirag Jani) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું લેખન કિરીટ પટેલ (Kirit Patel)નું છે અને દિગ્દર્શન અશોક ઘોષ (Ashok Ghosh)એ કર્યું છે.

‘મારુતિનંદન’ની જાહેરાત

મૌલિક ચૌહાણ (Maulik Chauhan) અને નક્શ રાજ (Naksh Raaj) સ્ટારર રોડ ટ્રિપ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘મારુતિનંદન’ (Marutinandan)ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના ટાઇટલની જાહેરાત કરવામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Studiocraft Entertainment (@studiocraftentertainment)

બહુ જલ્દી હાર્દિક પરીખ (Hardik Pareekh) દિગ્દર્શિત અને સાગર સોલંકી (Sagar Solanki) લિખિત ફિલ્મનું શૂટિંગ શરુ થશે.

આવી રહી છે બૅક ટૂ બૅક ફિલ્મો

આ ઉપરાંત બીજી ફેબ્રુઆરીએ હિતુ કનોડિયા (Hitu Kanodia), સંજય ગોરડિયા (Sanjay Goradia), અરવિંદ વૈદ્ય (Arvind Vaidya) અને દર્શન જરીવાલા (Darshan Jariwala) અભિનિત ફિલ્મ ‘કમઠાણ’ (Kamthaan) રિલીઝ થશે.

ત્યારબાદ ૯ ફેબ્રુઆરીએ મલ્હાર ઠાકર (Malhar Thakar), પૂજા જોષી (Puja Joshi) અને મિત્ર ગઢવી (Mitra Gadhvi) અભિનિત ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special) રિલીઝ થશે.

તે પછી ૧૬ ફેબ્રુઆરીએ વિજયગીરી બાવા (Vijaygiri Bawa)ની ઐતિહાસિક ફિલ્મ `કસૂંબો` (Kasoombo) રિલીઝ થશે.

ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને આવનારા સમયમાં જલસો જ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2024 03:31 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK