મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ 'ઘૂંઆધાર' નું શૂટિંગ થયું પૂરું
હિતેન કુમાર અને મલ્હાર ઠાકર
અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને વિતેલા જમાનાના સુપરસ્ટાર હિતેન કુમારને ચમકાવતી રાજેશ ઠક્કર નિર્મિત 'ઘૂંઆધાર' ફિલ્મનું શૂટિંગ આજે જ પૂરું થયું છે. રેહાન ચૌધરી દિગ્દર્શિત આ ફિલ્મ એક બોક્સરના જીવન પર આધારિત છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં તદ્દન નવા અવતારમાં જોવા મળશે. તે એક બોક્સરની ભુમિકા ભજવી રહ્યો છે. આ એક થ્રિલર ફિલ્મ છે.
ADVERTISEMENT
ઘૂંઆધાર ફિલ્મના કલાકારો ડીમ્પલ બિસ્કીટવાલા, નેત્રી ત્રિવેદી, મલ્હાર ઠાકર, અલિશા પ્રજાપતિ અને ડાઇરેક્ટર રેહાન ચૌધરી
'ઘૂંઆધાર' ફિલ્મ માટે મલ્હારે બોક્સિંગની સ્પેશ્યલ ટ્રેનિંગ લીધી હતી અને વજન પણ ઉતાર્યું હતું. જ્યારે ફિલ્મમાં મલ્હારની ગર્લફ્રેન્ડની ભુમિકા ભજવતી અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ પણ કીક બોક્સિંગની ટ્રેનિંગ લીધી હતી અને રેગ્યુલર જીમ સેશન પણ કર્યા હત. મલ્હાર અને નેત્રી આ પહેલા ક્રિષ્ણદેવ યાજ્ઞિકની 'છેલ્લો દિવસ' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
નેત્રી ત્રિવેદી અને મલ્હાર ઠાકર ફિલ્મના મુહુર્ત સમયે
મલ્હાર અને હિતેન કુમારની સાથે આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં નેત્રી ત્રિવેદી, અલિશા પ્રજાપતિ અને ડીમ્પલ બિસ્કીટવાલા પણ જોવા મળશે. તેમજ આશિષ કક્કડ, રાજેશ ઠકકર, દીપ ધોળકિયા અને જીતેન્દ્ર ઠકકર પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગનું મુહુર્ત વસંત પંચમીના દિવસે અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
'ઘૂંઆધાર' ફિલ્મની કાસ્ટ અને ક્રૂ
ફિલ્મ આ વર્ષે રીલીઝ થશે પણ તારીખ હજી સુધી નક્કી નથી.