ઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’
‘પેચ લડાવી દઉં’નું પોસ્ટર
કોરોના મહામારીને કારણે આ વર્ષે અમદાવાદની પોળમાં દર વર્ષ જેવી ઉત્તરાયણ નહીં જોવા મળે. પરંતુ પોળમાં ઉજવાતી ઉત્તરાયણનો અહેસાસ કરાવવા આવી રહ્યું છે ગુજરાતની જાણીતા ગાયિકા ઈશાની દવેનું આલ્બમ ગીત, ‘પેચ લડાવી દઉં’. આ ગીતની વિશેષ વાત એ છે કે, બૉલીવુડના હીટ મ્યુઝિક ડિરેક્ટર સચિન-જીગરે મ્યુઝિક આપ્યું છે.
આઠ જાન્યુઆરીએ યુટ્યૂબ પર રિલીઝ થનાર ગીત ‘પેચ લડાવી દઉં’ ઉત્તરાયણ અને લવ સ્ટોરી પર આધારિત છે. ગીતમાં પરીક્ષિત તમાલિયા અને ઈશાની દવેની લવ કેમેસ્ટ્રી જોવા મળશે. સાથે અમદાવાદની પોળની ઉત્તરાયણ પણ જોવા મળશે. આ ગીતનું મ્યુઝિક બૉલીવુડ મ્યુઝિક ડિરેક્ટર સચિન જીગર દ્વારા આપવામાં આવ્યું છે. પ્રોગ્રામિંગ રચિંતન ત્રિવેદી એ કર્યું છે. જ્યારે ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે અને પ્રતિક જાદવ એ ગીત ડિરેક્ટ કર્યું છે.
ADVERTISEMENT
ગીત વિશે વાતચીત કરતા ઈશાની દવે જણાવે છે કે, ‘પેચ લડાવી દઉં’ ગીત ગત વચર્ષે જ સચિન-જીગર સાથે મળીને બનાવ્યું હતું પરંતુ શૂટિંગ નહોતું થઈ શક્યું. એટલે અમે આલ્બમ રિલીઝ નહોતા કરી શક્યા. પછી અમે આ ડિસેમ્બર મહિનામાં નક્કી કર્યું કે આ વર્ષે જ રિલીઝ કરીશું અને અમે તૈયારીઓ શરૂ કરી દીધી. આ ગીતમાં અમદાવાદના પોળની ઉત્તરાયણ જોવા મળશે. જો કે અમદાવાદની પોળની ઉત્તરાયણ દુનિયાભરમાં ખૂબ વખણાય છે અને ત્યાં તેમનુ મહત્વ પણ વધુ અને વિશેષ છે. જેથી અમે આ ગીતનું સમગ્ર શૂટિંગ અમદાવાદની પોળમાં અંબાપુરની વાવમાં કર્યું છે. જેથી આ ગીતમાં અમદાવાદની પોળની ઉત્તરાયણ અને એક મજાની લવ સ્ટોરી જોવા મળશે.
‘પેચ લડાવી દઉં’ 8 જાન્યુઆરીએ ઈશાની દવેની યુટ્યૂબ ચેનલ પર રિલીઝ થવાનું છે.

