કમલેશ મોતાની એક્ઝિટ અંગે સોશ્યલ મીડિયા પર કલાકારોએ વ્યક્ત કર્યો શોક
કમલેશ મોતા
ભારતીય વિદ્યા ભવન્સનાં કમલેશ મોતાની દુનિયાના રંગમંચ પરથી અણધારી વિદાય લોકો માટે બહુ જ આઘાતજનક રહી. દિવસ દરમિયાન વિવિધ કલાકારોએ તેમને આગવી રીતે યાદ કર્યા, તેમની સાથેની ક્ષણો વહેંચી તથા પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરનાર અને બાદમાં રાજકારણમાં ઝંપલાવનાર સ્મૃતિ ઇરાનીએ પણ કમલેશ મોતાને યાદ કર્યા હતા અને ગુજરાતીમાં કંઇ આ પ્રકારે ટ્વિટ કર્યું હતું.
ADVERTISEMENT
‘Muktidham’ which he describes as only he could.
— Smriti Z Irani (@smritiirani) October 6, 2020
I’m to grieve but I’m angry that he left before I could even say ‘Malo fari thi’. I can almost hear him say ‘Chal Chhod Aavi Ja Stage Par’; till I see you again Kamleshbhai.. Bija Stage Upar. My condolences to his loved ones. 2/2 pic.twitter.com/7cyRmNTd5k
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હારનો રંગભૂમિ સાથેને નાતો સૌ જાણે છે, તેણે પણ કમલેશ મોતાની યાદમાં આ પોસ્ટ શૅર કરી હતી.
સંજય ગોરડિયાએ પોતાની પોસ્ટમાં આ રીતે પીડા વ્યક્ત કરી હતી.
પ્રતીક ગાંધીના શબ્દોમાં કમલેશ મોતા આમ જીવંત થયા હતા.
દર્શન જરીવાલાએ આ ખોટ અંગે પોતાનો રોષ અને વ્યાકુળતા વ્યક્ત કરી હતી.
હ્યુમરસ પરફોર્મન્સ માટે જાણીતા વિપુલ વિઠલાણીની વ્યથા વ્યક્ત થઇ મિમ્સ દ્વારા
જીમિત ત્રિવેદીએ એક આખા રંગમંચ છીનવાઇ ગયાની વાત લખી હતી.
ચિરાગ વોરાએ આ શબ્દોમાં કમલેશ મોતાને શ્રધ્ધાંજલી આપી હતી.
એક્ટર છાયા વોરાએ પણ પોતાનો આઘાત વ્યક્ત કર્યો હતો.
અભિનેતા જય વિઠલાણીએ આ પોસ્ટ શૅર કરી તેમની એક્ઝટનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
કમલેશ મોતાની આ એક્ઝિટ ગુજરાતી રંગભૂમિની એવી લાઇટનું બંધ થવું છે જેને કારણે જાણે ટોપ સ્ટેજ પર લાંબો સમય અંધારું રહેવાની લાગણી થયા કરશે.

