ઑર્ગેનાઇઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી કે કેટલાંક કારણસર આદિત્ય ગઢવી શોમાં હાજરી નહીં આપી શકે
આદિત્ય ગઢવી
સિંગર આદિત્ય ગઢવીએ કૅનેડાનો તેનો શો કૅન્સલ કર્યો છે. ઑર્ગેનાઇઝરના મિસ કૅલ્ક્યુલેશનને કારણે તે આ શોમાં હાજરી નથી આપી શક્યો. ઑર્ગેનાઇઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી કે કેટલાંક કારણસર આદિત્ય ગઢવી શોમાં હાજરી નહીં આપી શકે, પરંતુ તેને બદલે વડોદરાના નીલેશ પરમાર સાથે મળીને શો કરવામાં આવી રહ્યો છે. આ વિશે આદિત્ય ગઢવીએ ઇન્સ્ટાસ્ટોરીમાં પોસ્ટ કરી હતી કે ‘ઑર્ગેનાઇઝર્સ દરેકને પૂરેપૂરું એન્ટરટેઇનમેન્ટ મળી રહે એ માટે કોશિશ કરી રહ્યા છે. IIGC કૅનેડા અને મા અંબે એન્ટરટેઇનમેન્ટ દરેકની કાળજી લઈ રહ્યાં છે. તમને ફરી મળીશ એવી આશા.’