Video: આવી રીતે ઉષા ઉત્તુપે પહેલી વાર ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત
ઉષા ઉત્તુપે પહેલી વાર ગુજરાતી ફિલ્મ માટે ગાયું ગીત
પહેલી વાર લેજેન્ડરી સિંગ ઉષા ઉત્તુપે કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીત છે ધર્મેશ મહેતાની ફિલ્મ ચીલઝડપનું ગીત 'અલગારી'. ઉષા ઉત્તુપ તેમના આગવા અંદાજ માટે જાણીતા છે. અને લગભગ કોઈ ભાષા એવી નહીં હોય જેના માટે તેમણે ગીત ન ગાયું હોય. પરંતુ ગુજરાતી ફિલ્મોમાં તેમનો અવાજ ક્યારેય સાંભળવા નહોતો મળ્યો. આ કમી પણ અલગારી ગીતથી પુરી થઈ ગઈ છે.
નિરેન ભટ્ટની કલમે લખાયેલું અલગારી ગીત રીલિઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. અને હવે ગીતનો મેકિંગ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં ઉષાજી પોતાના ચિર પરીચિત અંદાજમાં જોવા મળી રહ્યા છે. આનંદ લઈને તેઓ ગીત ગાઈ રહ્યા છે. જુઓ તમે પણ આ વીડિયો....
ઉષા ઉત્તુપને પણ આ ગીત ગાવાની ખૂબ જ મજા આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તેમના પર્સનલ ફેવરિટ ગીતના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. ધર્મેશ મહેતાની આ ફિલ્મમાં જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અને હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે. ચીલઝડપ એક થ્રીલર કોમેડી ફિલ્મ છે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને સિધપુરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
આ પણ જુઓઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ