ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે
ફાઇલ તસવીર
મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું ટીઝર રિલીઝ થયું છે. રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah), માનસી પારેખ (Manasi Parekh), ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil) અને દર્શિલ સફારી (Darsheel Safari) જેવા દિગ્ગજ કલાકારો ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. વિરલ શાહ (Viral Shah) દિગ્દર્શિત આ ફિલ્મના ડાયલોગ્સ રામ મોરી (Raam Mori)એ લખ્યા છે, તો વાર્તા રાહુલ મલિકની છે.
ફિલ્મનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે. મોંઘી રંગો સાથે રમનારી કલાકાર છે, પરંતુ બીજાના જીવનમાં ખુશીઓના રંગો પૂરતાં-પૂરતાં તે પોતાના જીવનના રંગો માણવાનું ભૂલી ગઈ છે. લોકો સામે હસમુખી ‘મોંઘીના જીવનમાં તો ક્યા દુ:ખ જ છે’, એવું લોકો સમજે છે, પરંતુ મોંઘી અંદરથી પીડાઈ રહી છે. તકલીફોથી દૂર જઈ મોંઘી પોતાનું ભવિષ્ય બદલવા ઈચ્છા છે. હવે મોંઘીના જીવન ખુશીઓના રંગો કેવી રીતે પુરાશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ADVERTISEMENT
View this post on Instagram
જાણીતા લેખક રામ મોરીની આ ત્રીજી ફિલ્મ છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં રામ કહે છે કે “ફિલ્મની વાર્તા ખૂબ જ પ્રોગ્રેસિવ છે અને હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સુક છું. લેખક તરીકે મારા માટે ખુશીની વાત છે કે રત્ના પાઠક શાહ જેવા દિગ્ગજ કલાકારો મારા લખેલા સંવાદો બોલવાના છે. વિરલ, સ્ટારકાસ્ટ અને ફિલ્મની ક્રૂ સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. મને આશા છે કે લોકોને પણ આ ફિલ્મ અને તેની વાર્તા ગમશે.”
આગામી મહિને ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મમાં કૌશાંબી ભટ્ટ (Kaushabi Bhatt), કુમકુમ દાસ (Kumkum Das), હીના વર્દે (Heena Varde), રીવા રાચ્છ (Reeva Rachh), માર્ગી દેસાઇ (Margi Desai), ભૂમિકા બારોટ (Bhumika Barot), ડેનિશા ઘૂરમા (Denisha Ghurma), વિરફ પટેલ (Viraf Patel) પણ છે. તો ફિલ્મમાં સંગીત સચિન-જિગરે આપ્યું છે. ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરશે ટીવી-ઍક્ટર વિરાફ પટેલ