Purushottam Upadhyay Passed away: પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતી સંગીત માટે પોતાનું સમગ્ર જીવન આપનાર એવા પ્રખ્યાત ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય (Purushottam Upadhyay Passed away) આજે આપણી વચ્ચે નથી રહ્યા. 90 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી કલા ક્ષેત્રના એક ખૂબ જ જાણીતા કલાકાર એવા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં શોખ ફેલાયો છે. માતૃભાષા ગુજરાતી સંગીતમાં પોતાનું સર્વસ્વ ધરી દેનાર એવા મહારથી કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર સામે આવ્યા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર જાણીને સોશિયલ મીડિયા પર પણ ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને અનેક ચાહકોએ શોક વ્યક્ત કરતાં આ કલાકારને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. આ સાથે અનેક લોકો તેમના ગીતો સાંભળીને પણ તેમને યાદ કરી રહ્યા છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે વાત કરીયે તો ગુજરાતી ભાષાના (Purushottam Upadhyay Passed away) સંગીતમાં તેમના યોગદાન માટે તેમને દેશનો એક માનસભર પુરસ્કાર ‘પદ્મશ્રી`થી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રીથી સન્માનીત એવા સંગીતકારે આજે આ દુનિયાને અલવિદા કહ્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ઉપાધ્યાયની સંગીત સફર બાબતે વાત કરીયે તો તેમણે 30 ફિલ્મો અને 30 કરતાં વધુ નાટકોમાં પોતાનું સંગીત આપ્યું છે. તેમણે કરેલાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારત તેમ જ દુનિયાના દરેક ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં આજે પણ રણઝણે છે. આ સાથે ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં અનેક લેજન્ડ્રી ગાયકોએ ગાયા છે.
ADVERTISEMENT
View this post on Instagram
ગુજરાતી સંગીત જગતના (Purushottam Upadhyay Passed away) આવા મહારથી કલાકાર વિશે વાત કરીયે તો તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા. નાનપણથી તેઓ સંગીત સાંભળવાનો ખુબ જ શોખ રાખતા હતા અને તેની સાથે તેમને ગાવાનો શોખ પણ હતો. શાળામાં શિક્ષણ દરમિયાન તેમણે અનેક સંગીત સ્પર્ધામાં અનેક બક્ષિસો પણ મેળવી હતી. પુરુષોત્તમ ઉપાધ્યાયને ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર તેઓ સંગીતમાં પોતાની કારકિર્દી ઘડવા અને આગળ વધાવરા માટે પોતાનું વતન છોડી મુંબઈ આવતા રહ્યા હતા, પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં ફરી વતન પાછા ફર્યા હતા અને તે બાદ આ ક્ષેત્રે વધુ આગળ વધવા તેમણે નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી હતી. આ સાથે પુરુષોત્તમ ઉપાધ્યાયના ગુજરાતી ગીતોનો ક્રેઝ દેશ અને વિદેશોમાં પણ જોવા મળ્યો હતો, જેને પગલે તેમણે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર કાર્યક્રમો યોજી ઠેર ઠેર પોતાના સૂર રેલાવ્યા હતા.