Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > EXCLUSIVE : બર્થ-ડે પાર્ટનર પૂજા જોષી અને મલ્હાર ઠાકરને જોઈએ છે આવા લાઇફ પાર્ટનર

EXCLUSIVE : બર્થ-ડે પાર્ટનર પૂજા જોષી અને મલ્હાર ઠાકરને જોઈએ છે આવા લાઇફ પાર્ટનર

Published : 28 June, 2023 07:30 PM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં બર્થ-ડે ગર્લ પૂજા જોષીએ જણાવ્યું કે તેને કેવો છોકરો ગમે; તો મલ્હાર ઠાકરે કહ્યું કે તે તેના ફ્યુચર સાસુ-સસરા સાથે તે કેવો બોન્ડ રાખશે

પૂજા જોષી અને મલ્હાર ઠાકર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

EXCLUSIVE

પૂજા જોષી અને મલ્હાર ઠાકર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)


ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નો આજે જન્મદિવસ છે એ તો સહુ જાણે જ છે. પરંતુ મલ્હાર ઠાકરની સાથે સાથે એક ક્યૂટ, સુંદર અને મીઠી મધુરી ગુજરાતી અભિનેત્રીનો પણ આજે જન્મદિવસ છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પૂજા જોષી (Puja Joshi) છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષી ૨૮ જૂનના રોજ જન્મદિવસ શૅર કરે છે. રિયલ લાઈફમાં બર્થ-ડે શૅર કરતા આ એક્ટર્સને રિયલ લાઈફ પાર્ટનરથી શું અપેક્ષાઓ છે તે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (gujaratimidday.com)ને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ચાલો જાણીએ બર્થ-ડે પાર્ટનર પૂજા જોષી અને મલ્હાર ઠાકરને કેવા લાઈફ પાર્ટનર જોઈએ છે.


બર્થ-ડે ગર્લ પૂજા જોષીને જ્યારે પુછવામાં આવ્યું કે તેને કેવો લાઈફ પાર્ટનર ગમે તો અભિનેત્રીએ કહ્યું કે, ‘આજકાલના બધા છોકરાઓ મમ્મીને લઈને પઝેસીવ હોય છે. મારો ભાઈ પણ મારી મમ્મીની બહુ જ નજીક છે. આજકાલનું જનરેશન મ્માઝ બૉયનું છે. એટલે આજની છોકરીઓએ કોઈપણ છોકરાને પરણતાં પહેલાં એ સ્વિકારવું જ પડશે કે છોકરાઓ મમ્મીની ખુબ નજીક હોય છે. અને આ વસ્તુ તેમનામાંથી નીકળી પણ ન શકે. જે છોકરાઓ પરિવારને જોડે લઈને ચાલતા હોય છે તે છોકરાઓ તેમની મમ્મીની ખુબ નજીક હોય છે. જોકે, મને આવા છોકરાઓ બહુ જ ગમે છે.’



બધી જ છોકરીઓની મમ્મીને ગમી જાય તેવા મલ્હાર ઠાકરને જ્યારે પુછવામાં આવ્યું કે સાસુને ખુશ કરવા શું કરવું જોઈએ? તો અભિનેતાએ જવાબ આપ્યો કે, ‘સાસુ કહે એ બધામાં હા પાડી દેવાની. બધી જ બાબતમાં હા પાડી દેવાની એ સરળ રસ્તો છે ખુશ કરવાનો. આજે ઘરે આવશો એમ પુછે તો તરત હા પાડીને કહેવાનું આવ્યો એક કલાકમાં. મારું માનવું છે કે છોકરી એકવાર સચવાઈ જાય કારણકે તેને ઓળખતા હોઈએ છીએ નજીકથી જાણતા હોઈએ છીએ. જ્યારે છોકરીના મમ્મી અને પ્પપાથી વધારે ક્લૉઝ થવું જોઈએ. પહેલાં મમ્મી-પ્પપા જોડે ફર્યા હવે તેમની સાથે ફરવાનો ટાઈમ છે. એમની સાથેની વાઇબ્ઝ મેચ થવી જોઈએ.’


અહીં જુઓ વીડિયો…


બર્થ-ડે પાર્ટનર પૂજા જોષી અને મલ્હાર ઠાકરને તેમને જોઈએ છે તેવા લાઈફ પાર્ટનર અને સાથે જ તેમને ગમે છે તે તેવા સાસુ અને સસરા બહુ જલ્દી મળે તેવા આર્શિવાદ.

પૂજા જોષી અને મલ્હાર ઠાકરની રિલ લાઈફની વાત કરીએ તો બન્ને સાતે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર અને પૂજાએ સાથે બે વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. બહુ જલ્દી આ બર્થ-ડે પાર્ટનર ફરી એકવાર સ્ક્રિન પર જોવા મળવાના છે. હાલમાં જ તેમની વૅબ સિરીઝ ‘કોકિલા કેસ’નું મુર્હુત કરવામાં આવ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

પૂજા જોષી અને મલ્હાર ઠાકરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તરફથી.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2023 07:30 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK