Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ અહીં

પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ અહીં

Published : 18 October, 2022 05:16 PM | Modified : 18 October, 2022 05:31 PM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક અને ફની લાગે છે, જે દર્શકોને જકડી રાખે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પ્રતીક ગાંધી (Pratik Gandhi) સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’ (Vhaalam Jaao Ne)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રતીક ગાંધી સાથે ફિલ્મમાં દિક્ષા જોશી (Deeksha Joshi) મુખ્ય ભૂમિકામાં છે. દિક્ષા ફિલ્મમાં પ્રતીકની ગર્લફ્રેન્ડ (રીના)નું પાત્ર ભજવી રહી છે.


ફિલ્મમાં રીના (દિક્ષા જોશી) વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તે રણવીર સિંહની પર્સનલ ડ્રેસ ડિઝાઇનર બનાવે માગે છે અને તેથી જ તે નવા-નવા અખતરા કરી તમામ ડિઝાઇન્સ તેના બોયફ્રેન્ડ પર ટ્રાય કરે છે. રીના ખૂબ જ પઝેસિવ (Possessive) ગર્લફ્રેન્ડ છે અને નાની-નાની વાતમાં પ્રતિકથી રિસાય પણ જાય છે. આવા ઝગડાને કારણે તેણે આત્મહત્યાના પણ પ્રયાસ કર્યા છે.



રીનાના આ સ્વભાવથી પ્રતીક ખૂબ જ કંટાળી ગયો છે અને તેના વ્હાલમથી દૂર જવા માગે છે, પરંતુ તેવામાં રીનાના પિતા વિદેશથી આવી તેને મળવા માગે છે. પ્રતીક તેમના પર ખરાબ છાપ છોડવા માટે ઘણા પ્રયાસ કરે છે અને મિત્રોને માતા-પિતા બનાવી રીનાના પિતા સાથે મુલાકાત કરાવે છે. હવે આ વ્હાલમ પ્રતીકના જીવનમાંથી જાય છે કે કેમ એ તો ફિલ્મ આવ્યા બાદ જ ખબર પડશે.


ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક અને ફની લાગે છે, જે દર્શકોને જકડી રાખે છે. ફિલ્મનો ફિલ્મનો સ્ક્રીનપ્લે અને સંવાદો રાહુલ પટેલે લખ્યા છે. ફિલ્મમાં પ્રતીક અને દિક્ષા સાથે ઓજસ રાવલ, ટીકુ તલસાનિયા, સંજય ગોરાડિયા અને કવિન દવે જેવા દિગ્ગજો પણ મહત્ત્વની ભૂમિકામાં છે.


હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિયો સ્ટુડિયોઝ પ્રેઝન્ટર તરીકે જોડાયું છે.

આ પણ વાંચો: ‘છેલ્લો શો’ Review : ઓસ્કારમાં પહોંચેલી આ ફિલ્મ હ્રદય સોંસરવી ઉતરી જશે

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2022 05:31 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK