સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રતીક ગાંધીને શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.
સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રતીક ગાંધી
ગુજરાતી ફિલ્મ અવૉર્ડ સમારોહમાં ગુજરાત સરકારે ૪૬ કૅટેગરીમાં ૧૮૧ કલાકારોને સન્માનિત કર્યા છે. ગાંધીનગરમાં ગઈ કાલે યોજાયેલા ગુજરાતી ફિલ્મ અવૉર્ડ સમારોહમાં ચાર વર્ષની ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્થિવ ગોહિલ, વિપુલ મહેતા, મુનિ ઝા, અભિષેક શાહ, ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારોને તેમના કામ માટે અવૉર્ડ મળ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રતીક ગાંધીને શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો અને કલાકારોને અવૉર્ડ એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતીક ગાંધી ઉપરાંત પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, ભૂમિ ત્રિવેદી, સચિન–જિગર, વિપુલ મહેતા, મુનિ ઝા, અભિષેક શાહ સહિતના કલાકારોને તેમની કલા માટે અવૉર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત જૅકી શ્રોફ, સુપ્રિયા પાઠક તેમ જ ‘હેલ્લારો’ ફિલ્મની ૧૨ મહિલા કલાકારોને તથા આ ફિલ્મ માટે મૌલિક નાયકને પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલો ખાસ પુરસ્કાર જાહેર કરાયો હતો.