આ એક ગીતમાં જોવા મળ્યા અનેક ગુજરાતી સિતારા, જાણો કોણ કોણ છે...
દેશ કી મિટ્ટી
દેશને ટ્રિબ્યૂટ આપતા મીત જૈને(Meet Jain) એક નવું ગીત બનાવ્યું છે આ ગીતમાં મલ્હાર ઠાકર(Malhar Thakar) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય જાણીતા સિતારાઓ પણ જોવા મળે છે. જેમાં ગૌરવ પાસવાલા(Gaurav Paswala), મયૂર ચૌહાણ(Mayur Chauhan) અકા માઇકલ(Michael), હેમાંગ દવે(Hemang Dave), રોનક કામદાર(Raunaq kamdar) અમે તુષાર સાધુ(Tushar sadhu)નો સમાવેશ થાય છે.
દેશ કી મિટ્ટી ગીત વિશે મીત જૈન લખે છે કે આ ગીત મારા મનની ખૂબ જ નજીક છે. મહામારી દરમિયાન આ ગીત તૈયાર કરતી વખતે મારી આસપાસ થતી એવી અનેક ઘટનાઓ થઈ. મારે એક એવું ગીત બનાવવું હતું જે માતૃભૂમિ માટે ગર્વનો અનુભવ થાય છે તેને શબ્દદેહ આપી શકે. આ દેશભક્તિ ગીતમાં મલ્હાર ઠાકર, ગૌરવ પાસવાલા મયૂર ચૌહાણ જે માઇકલને નામે લોકપ્રિય છે અને સાથે હેમાંગ દવે તેમજ રોનક કામદારની સાથે તુષાર સાધુ જોવા મળે છે. આ ગીત દેશપ્રત્યેની પોતાની લાગણી અને ભાવનાને વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ગીતના ગાયક અને કૉમ્પૉઝર મીત જૈન છે. મ્યૂઝિક આપ્યું છે જય માવાણી, સૌરભ ગજ્જર, જૈનમ દાંડ અને ધ્રુવલ પટેલે. આ ગીતના શબ્દો પણ એટલા ભાવુક છે. 'મેરે દેશ કી મિટ્ટી ખો ના જાના કહીં...'

