આ જર્નીમાં વીનસ ફિલ્મ્સના રતન જૈનજી પણ જોડાઈ ગયા છે. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. ફિલ્મનું નામ પણ ‘ડિયર ફાધર’ રાખવામાં આવ્યું છે.’
પરેશ રાવલ
પરેશ રાવલ ૪૦ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મનું નામ ‘ડિયર ફાધર’ છે. આ ફિલ્મ તેમના જ એક નાટક પરથી બનાવવામાં આવશે. આ વાત તેમના ફૅન્સ સુધી પહોંચતાં તેમની ખુશીની કોઈ સીમા ન રહી. ગુજરાતી ફિલ્મ કરવાની ખુશી વ્યકત કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘અતિશય એક્સાઇટેડ છું. લગભગ ૪૦ વર્ષ બાદ હું ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો છું. આ ફિલ્મ મારા જ નાટક ‘ડિયર ફાધર’ પર આધારિત છે, જે ખૂબ સફળ રહ્યું હતું. આ જર્નીમાં વીનસ ફિલ્મ્સના રતન જૈનજી પણ જોડાઈ ગયા છે. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. ફિલ્મનું નામ પણ ‘ડિયર ફાધર’ રાખવામાં આવ્યું છે.’