પીઢ અભિનેતા પરેશ રાવલ, જેઓ મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે, તેમણે તાજેતરમાં જ તેમના ટ્વિટર હેન્ડલ પર 40 વર્ષના વિરામ પછી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.
પરેશ રાવલ
પીઢ અભિનેતા પરેશ રાવલ, જેઓ મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે, તેમણે તાજેતરમાં જ તેમના ટ્વિટર હેન્ડલ પર 40 વર્ષના વિરામ પછી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. હવે આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર પ્રથમવાર સામે આવ્યું છે. પરેશ રાવલ તેમની આગામી ફિલ્મ ડિયર ફાધરમાં જોવાં મળશે.
ચેતન ધાનાણીએ આ પોસ્ટર શેર કર્યું છે. ચેતને પોસ્ટમાં લખ્યું છે કે “વિનસ અને પરેશ રાવલ 4 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાતી ફિલ્મ, #DearFather ને સિનેમાઘરોમાં લાવવા માટે હાથ મિલાવ્યો છે. પરેશ રાવલ 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં પાછા ફર્યા છે!”
ADVERTISEMENT
View this post on Instagram
ડિયર ફાધર પરેશના રાવલના એ જ નામના નાટક પર આધારિત છે, જેમાં પરેશ રાવલની સાથે માનસી પારેખ, ચેતન ધાનાણી મુખ્ય ભૂમિકામાં છે. ડિયર ફાધર એ કોમેડી-ડ્રામા ફિલ્મ છે જે પરિવારના ત્રણ સભ્યો અને તેઓ જે બોન્ડ શેર કરે છે તેની આસપાસ ફરે છે. વિનસના બેનર હેઠળ ગણેશ જૈન અને રતન જૈન દ્વારા નિર્મિત, આ ફિલ્મ ફેબ્રુઆરી 2022માં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ ગુજરાતી ફિલ્મમાં છેલ્લે વર્ષ 1991માં ફિલ્મ પારકી જાનીમાં જોવા મળ્યા હતા, બાદમાં 40 વર્ષના લાંબાગાળા સુધી ગુજરાતી સિનેમામાં ગેરહાજર રહ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન રણજીત વ્યાસે કર્યું હતું. આ ફિલ્મ ઉત્તમ ગડાના મરાઠી ભાષાના મૂળ નાટક કાટકોન ત્રિકોણ પરથી પ્રેરિત છે.