મલ્હાર ઠાકર તેની આગામી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ લઈને આવી ગયો છે.
મલ્હાર લઈને આવ્યો ‘વિકીડાનો વરઘોડો’
મલ્હાર ઠાકર તેની આગામી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ લઈને આવી ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે મોનલ ગજ્જર, જિનલ બેલાની અને માનસી રાંચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્હાર ફરી સિનેમાના પડદે આવી રહ્યો છે અને એ પણ હવે બૅન્ડબાજા અને વરઘોડો સાથે. નૅશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘રેવા’ના ડિરેક્ટર્સ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી છે અને એને ડિરેક્ટ પણ કરવામાં આવી છે. એસપી સિનેકૉર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ સાથે જ જાનવી પ્રોડક્શન્સના વિકાસ અગરવાલ, રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલ તેમ જ સન આઉટડોર્સના પ્રીતીશ શાહ દ્વારા ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. આ વિશે મેકર્સે કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમે આ માસ્ટરપીસ માત્ર અમારા દર્શકોના એન્ટરટેઇનમેન્ટ માટે અને રીજનલ સિનેમાના સ્ટિરિયો ટાઇપને તોડવા માટે બનાવી છે.’