Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lagan Special Trailer: ક્યાં અટક્યા મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગન?

Lagan Special Trailer: ક્યાં અટક્યા મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગન?

Published : 25 January, 2024 05:05 PM | IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

મનોરંજનો ભરપૂર ડોઝ ધરાવતી "લગન સ્પેશ્યલ" (Lagan Special Trailer) ફિલ્મના ટાઈટલ પરથી જ અંદાજ આવી જાય કે વાર્તા લગ્નની આસપાસ ફરતી હોવી જોઈએ.ખરેખર એવું છે કે નહીં એ તમને ટ્રેલર પરથી ખબર પડી જશે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષી

મલ્હાર ઠાકર અને પૂજા જોષી


કી હાઇલાઇટ્સ

  1. નવા વિષય સાથેની આ ફિલ્મ પારિવારિક કૉમેડી ફિલ્મ છે
  2. લગન સ્પેશ્યલ 9મી ફ્રેબ્રુઆરીના રોજ રિલીઝ થશે
  3. મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નમાં આવશે અનેક વિઘ્નો
Lagan Special Trailer: લાગે છે કે ગુજરાતી ફિલ્મના ચાહકો માટે વર્ષ 2024 ખુબ જ મનોરંજનભર્યુ રહેશે. નવા વર્ષની શરૂઆત સાથે જ વિવિધ વિષયો આધારિત ઘણી ગુજરાતી ફિલ્મોની જાહેરાત થઈ છે. કેટલીક ફિલ્મના પોસ્ટર તો કેટલીક ફિલ્મની ટ્રેલર અને ગીત રિલીઝ થઈ રહ્યાં છે. ગત રોજ એટલે કે બુધવારે હિતુ કનોડિયા, નિલમ પંચાલ સ્ટારર સાયકોલોજિકલ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતું. ત્યારે આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતાં મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી અભિનિત ફિલ્મ "લગન સ્પેશ્યલ"(Lagan Special Trailer)નું ટ્રેલર લૉન્ય થયું છે. 

 


મનોરંજનો ભરપૂર ડોઝ ધરાવતી "લગન સ્પેશ્યલ" ફિલ્મના ટાઈટલ પરથી જ અંદાજ આવી જાય કે વાર્તા લગ્નની આસપાસ ફરતી હોવી જોઈએ.ખરેખર એવું જ છે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ શરૂઆતમાં જ તમને સાંઈરામ દવેના દમદાર અવાજમાં વાર્તાની શરૂઆત અને ફિલ્મના પાત્રોનો પરિચય જોવા મળે છે. એકવાર ફરી મલ્હાર ઠાકર ગુજરાતી અમદાવાદી યુવક શેખરના પાત્રમાં જોવા મળેશે. જ્યારે પૂજા પરીખ પરિવારની લાડલી દીકરી સુમનના પાત્રમાં ચાહકોને ઘેલાં કરશે. ટ્રેલર જોઈને લાગે છે આખી ફિલ્મ લગનના વિષય પર ફરશે. લગનની અંતિમ ઘડી સુધી પહોંચવામાં નતનવાં વળાંકો આવે છે. ત્યાં વળી મિત્ર ગઢવીની એન્ટ્રી થાય છે. આખરે શેખર અને સુમન લગ્નના બંધનમાં બંધાશે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ જાણી શકાશે. 

 
"લગન સ્પેશ્યલ" એક પારિવારિક ફિલ્મ કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીની સાથે મિત્ર ગઢવી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત આ ફિલ્મમમાં નિજલ મોદી (Nijal Modi),રાગી જાની (Ragi Jnai),કલ્પના ગાગડેકર ચારા (Kalpna Gagdekar Chara), અર્ચન ત્રિવેદી (Archan Trivedi) અને પૌરવ શાહ (Paurav Shah) અને ફિરોજ ઈરાની પણ જોવા મળશે. 

 
ફિલ્મનું દિગ્દર્શન ગુજરાતી ફિલ્મોની અદ્ભુત બેલડી રાહુલ ભોલે (Rahul Bhole) અને વિનિત કનોજિયા (Vinit Kanojia)એ કર્યું છે. જ્યારે લેખન સૂરજ બરાલિયા (Suraj Baraliya)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ જીગર ચૌહાણ (Jeegar Chauhan) અને મલ્હાર ઠાકરે કરી છે. આ ફિલ્મ 9મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગત વર્ષે નવરાત્રી પર ફિલ્મનું એક ગીત ‘ઝૂલણ મોરલી વાગી રે…’રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ગીત જોયા પછી મલ્હાર ઠાકર, પૂજા જોષીને ફિલ્મમાં જોવા માટે પણ ફેન્સ ઉતાવળાં થયાં છે. પૂજા જોષી અને મલ્હાર ઠાકરની વાત કરીએ તો બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. 
 
 
 
 
Whatsapp-channel Whatsapp-channel

25 January, 2024 05:05 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK