મલ્હાર ઠાકર માનસી પારેખની વેબસિરીઝ 'ડુ નોટ ડિસ્ટર્બ 2'નું શૂટિંગ શરૂ
ડુ નોટ ડિસ્ટર્બ 2નું શૂટિંગ શરૂ થયું છે
લાંબા અંતરાલ બાદ હવે ફાઇનલી મલ્હાર ઠાકરે તેની વેબ સિરીઝ ડુ નોટ ડિસ્ટર્બની (Do not disturb 2) સેકન્ડ સિઝનનું શૂટિંગ શરૂ કર્યું છે. ડાયરેક્ટર સંદીપ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સેટ સેશનનાં ફોટો શૅર કર્યા હતા. એટલું જ નહીં ગાયક પાર્થ ઓઝા અને મલ્હાર ઠાકરે પણ આ શૂટ પરની સ્ટોરીઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. થોડો સમય પહેલા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે તે ફાઇનલી પોતાનો ડર ખંખેરીને ફરી કામે ચઢી રહ્યા છે અને હવે લાંબો સમય તેનું શૂટિંગ ચાલશે. માર્ચમાં છેલ્લે તેણે કેમેરા ફેસ કર્યો હતો. અઠવાડિયાથી ડુ નોટ ડિસ્ટર્બ (MX Player)નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.
ADVERTISEMENT
લૉકડાઉન થયું ત્યારે વિરલ શાહ લિખીત કેસરીયાનું શૂટિંગ ચાલી રહ્યું હતું જે 21 ઑગસ્ટથી ફરી શરૂ થશે. મલ્હાર ઠાકરે અન્ય એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે તે જ્યારે કેસરિયાના શૂટિંગ માટે કચ્છ જશે ત્યારે ડ્રાઇવર લઇને નહીં જાય અને આસિસ્ટન્ટ્સ વગર મેનેજ કરવાનું આવશે તો તે પણ કરશે. મલ્હારનું શિડ્યુલ બહુ જ બિઝી છે અને આવનારા સમયમાં જો બધું સમુંસુતરું રહેશે તો તેનું શૂટિંગ જાન્યુઆરી 2021 સુધી સતત ચાલશે.
મલ્હાર અને માનસીની જોડી પહેલાં ડુ નોટ ડિસ્ટર્બમાં આવી અને પછી ગોળકેરી ફિલ્મમાં આ જોડી જોવા મળી અને હવે ડુ નોટ ડિસ્ટર્બની સેકન્ડ સિઝનનાં શૂટમાં તેઓ બિઝી છે.

