કોરોના વાયરસ અને લૉકડાઉન બાદ થિયેટરમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ
`ઘૂંઆધાર` ફિલ્મના કલાકારો ડીમ્પલ બિસ્કીટવાલા, નેત્રી ત્રિવેદી, મલ્હાર ઠાકર અને અલિશા પ્રજાપતિ સાથે દિગ્દર્શક રેહાન ચૌધરીની શૂટિંગ સમયની તસવીર (ફાઈલ તસવીર)
અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને વિતેલા જમાનાના સુપરસ્ટાર હિતેન કુમાર (Hiten Kumar)ને ચમકાવતી રેહાન ચૌધરી (Rehan Chaudhary) દિગ્દર્શિત અને રાજેશ ઠક્કર (Rajesh Thakkar) નિર્મિત ફિલ્મ ‘ધૂંઆધાર’ (Dhuandhaar) ગત અઠવાડિયે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. લૉકડાઉન બાદ ભારતમાં થિયેટરોમાં રિલીઝ થનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.
View this post on Instagram
ADVERTISEMENT
‘ધૂંઆધાર’ ફિલ્મમાં મલ્હાર ઠાકર તદ્દન નવા જ પાત્રમાં છે. તે આ ફિલ્મમાં એક બોક્સરની ભૂમિકામાં છે. આ સસપેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં હિતેન કુમાર પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. મલ્હાર ઠાકર અને હિતેન કુમારની સાથે આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં નેત્રી ત્રિવેદી (Netri Trivedi), અલિશા પ્રજાપતિ (Alisha Prajapati) અને ડીમ્પલ બિસ્કીટવાલા (Dimple Biscuitwala) પણ જોવા મળશે. તેમજ આશિષ કક્કડ (Aasish Kakkad), રાજેશ ઠકકર (Rajesh Thakkar), દીપ ધોળકિયા (Deep Dholakia) અને જીતેન્દ્ર ઠકકર (Jitendra Thakkar) પણ ફિલ્મમાં છે.
‘અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટૅલર’ અને ‘તું છે ને’ ફૅમ ડાયરેક્ટર રેહાન ચૌધરી એ ‘ધૂંઆધાર’ ફિલ્મનું ફક્ત દિગ્દર્શન કર્યું છે. સાથે જ `રેહાન ચૌધરી ફિલ્મસ પ્રાઈવેટ લિમિટેડ`ના બૅનર હેઠળ ફિલ્મને પ્રોડયુસ પણ કરી છે.
View this post on Instagram
અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, જુનાગઢ, જામનગર, વાપી, વલસાડ, પાલનપુર સહિત અનેક શહેરમાં થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઈ છે. લૉકડાઉનના લાંબા સમય બાદ થિયેટરમાં આવતા દર્શકોને મનોરંજન પુરુ પાડે છે ફિલ્મ ‘ધૂંઆધાર’.
આ પણ વાંચો : Exclusive: જાણો છો ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ મલ્હાર ઠાકરને શેનો ડર લાગે છે?
‘ધૂંઆધાર’નું ટાઈટલ ટ્રેક લોકપ્રિય થયું છે.
View this post on Instagram