ફિલ્મ આ ચોમાસામાં થિયેટરમાં રિલીઝ થશે
કુલદીપ ગોર અને આંચલ શાહ ‘રંગાઈ જાને’માં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી નવા વિષય-વસ્તુ સાથે ફિલ્મો બનતી જોવા મળે છે. કૉમેડી, ડ્રામા, રૉમ-કૉમ, એક્શન, હૉરર, થ્રિલર એમ જુદી-જુદી શૈલીની ફિલ્મો જોવા મળે છે. જો કે કૉમેડી, ડ્રામા અને રૉમ-કૉમ ઢોલિવૂડના પ્રિય વિષયો રહ્યાં છે. રૉમ-કૉમમાં વધુ ફિલ્મની આજે જાહેરાત થઈ છે. કુલદીપ ગોર (Kuldeep Gor) અને આંચલ શાહ (Aanchal Shah) સ્ટાટર ગુજરાતી ફિલ્મ ‘રંગાઈ જાને’ (Rangai Jaane)ની જાહેરાત કરવામાં આવી છે.
કુલદીપ ગોર અને આંચલ શાહને ચમકાવતી ફિલ્મ ‘રંગાઈ જાને’ની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની જાહેરાત કરતી પોસ્ટ શૅર કરતા લીડ સ્ટાર્સે કૅપ્શનમાં લખ્યું છે કે, રંગાઈ જાને… અમારી ફિલ્મના શીર્ષકની સત્તાવાર જાહેરાત કરીએ છીએ. વર્ષ ૨૦૨૩માં ફિલ્મ થશે તમારી. તમે તેને ગાંડપણ કહો છો, પણ તેઓ તેને પ્રેમ કહે છે! શું ખબર કે ફૂલ ને સુગંધ મળી જશે, બેરંગ આ જિંદગીને કોઈ રંગ મળી જશે, સાંભળી હતી કોઈ વાત એ પરીઓની કહાનીમાં, શું ખબર કે એક પરી બસ એમ જ મળી જશે.’
ADVERTISEMENT
View this post on Instagram
ફિલ્મની જાહેરાતના આ વીડિયો પરથી જોઈ શકાય છે કે, આ એક જુવાન છોકરા છોકરીની લવ સ્ટોરી છે. ફિલ્મમાં કુલદીપ અને આંચલની સાથે ચેતન દૈયા (Chetan Daiya), ભાવિની જાની (Bhavini Jani), અર્ચન ત્રિવેદી (Archan Trivedi), રાજુલ દિવાન (Rajul Diwan), પિંકી પરીખ (Pinky Parikh), આકાશ ઝાલા (Akash Zala), જીતેન્દ્ર ઠક્કર (Jeetendra Thakkar), હેમાંગ શાહ (Hemang Shah), હરેશ દાગીયા (Haresh Dagiya), ટ્વિષા ભટ્ટ (Twisha Bhatt) અને ક્રિના પાઠક (Krina Pathak) છે.
આ પણ વાંચો - વિજયગીરી બાવા એન્ડ ટીમ લઈને આવી રહ્યાં છે એક ઐતિહાસિક ફિલ્મ
‘રંગાઈ જાને’ના મુખ્ય એક્ટર કુલદીપ ગોર કહ્યું હતું કે, ‘આ એક બહુ જ રસપ્રદ વાર્તા છે. વિભિન્ન બેકગ્રાઉન્ડમાંથી આવતા જુવાન છોકરો અને નાજુક-નમણી છોકરી બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે અને પ્રેમરંગમાં રંગાય છે. આ પ્રેમ અને પ્રેમની કહાની એટલે જ આ ફિલ્મ. મારા પાત્રની વાત કરું તો મેં ભજવેલા અત્યાર સુધીણા દરેક પાત્ર કરતાં આ પાત્ર સાવ જુદું જ છે. જે તમને ફિલ્મ જોઈને ખ્યાલ આવશે. બાકી ટ્રેલર પરથી પણ તમને મારા પાત્ર અને વાર્તા વિશે વધુ ખ્યાલ આવી જ જશે.’
આ પણ વાંચો - ‘છેલ્લો દિવસ’ની ટીમ ફરી જોવા મળશે સાથે ‘૩ એક્કા’માં, જુઓ પોસ્ટર
ફિલ્મ ‘રંગાઈ જાને’નું લેખન અને દિગ્દર્શન સની કુમાર (Sunny Kumar)એ કર્યું છે. ફિલ્મને પ્રોડ્યુસ ડૉ. અનુપ સોની (Dr. Anup Soni)એ કરી છે. ફિલ્મનું ટ્રેલર એપ્રિલ મહિનાના અંતમાં રિલીઝ થશે. જ્યારે ફિલ્મ આ વર્ષના જુન-જુલાઈમાં રિલીઝ થશે.

