ઢોલીવૂડ અભિનેત્રી મોનલ ગજ્જરે તેલુગુ ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ખ્યાતિ તો મેળવી જ છે પણ સાથે સાથે મરાઠી, મલાયલમ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરી લોકોના દિલ જીત્યા છે.
INTERVIEW
મોનલ ગજ્જર(તસવીર ડિઝાઈન:સોહમ દવે)
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુંની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે આવાં જ એક ગુજરાતના એક માત્ર કલાકારની, જેમણે ગુજરાતી સિવાય મરાઠી, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષામાં પણ કામ કર્યુ છે અને દર્શકોને પોતાના અભિનયથી દિવાના બનાવ્યાં છે.
સાદગીની મુરત, માંજરી આંખો, મન મોહી લે તેવી હાસ્યની નિર્દોષતા અને નાની ઉંમરથી જ ઘણું વેઠીને હિંમતથી આગળ વધનારા ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે પોતાની જીંદગીના તમામ ઉતાર ચઢાવ અંગે મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરી હતી. નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા મોનલે કિશોરાવસ્થામાંજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. ઈન્ડસ્ટ્રીમાં આવ્યાં પહેલા તે બેન્ક કામ કરતાં હતાં. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે મોનલ મિર્ચી ક્વીન બી બ્યુટી પેજન્ટ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો અને તેમાં વિજેતા રહી ચુકી છે. મોનલે પોતાના યોગ ટીચરના કહેવાથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તે મિસ ગુજરાતનું ટાઈટલ પણ જીતી હતી. બસ પછી તો મોનલ માટે ઈન્ડસ્ટ્રીના દરવાજા ખુલ્લી ગયા અને એક્ટિંગ ફિલ્ડમાં પગલા માંડ્યા.
ADVERTISEMENT
મોનલ ગજ્જરે પોતાના કેરિયરની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. વર્ષ 2012માં તેમણે પ્રથમ તેલુગુ ફિલ્મ `સુડીગાડુ` કરી હતી. જે ફિલ્મને ખુબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. સાઉથમાં એક્ટિંગની શરૂઆત કર્યા બાદ મોનલે ઢોલીવુડમાં પ્રવેશ અને પહેલી ગુજરાતી ફિલ્મ `આઈ વિશ`માં કામ કર્યુ. મોનલની પહેલી ફિલ્મ રીલિઝ થઈ તે પહેલા તો તેણે પાંચ ફિલ્મો સાઈન કરી લીધી હતી. મોનલ ગજ્જરે `થઈ જશે`, `આવ તારું કરી નાખું`, `ફેમિલી સર્કસ` અને `રેવા` જેવી ફિલ્મો કરી છે. `રેવા` ફિલ્મ બાદ તેની લોકપ્રિયતા વધી. આ ફિલ્મમાં તેણીના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
જો કે આ દરમિયાન મોનલ ગજ્જરે માનસિક તણાવનો પણ સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018માં ડિપ્રેશન ઍન્ગ્ઝાઇટીનો ભોગ બન્યા ત્યારે તેની સામે કેવી રીતે લડ્યા તે અંગે પણ અભિનેત્રીએ વાત કરી હતી. યોગ્ય સારવારની મદદથી તેમણે ડિપ્રેશનને માત આપી હતી. તેણીએ જણાવ્યું હતું કે ` મિત્રો દ્વારા કરાયેલા ડગાને કારણે હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ ઉપરાંત આસપાસનું વાતાવરણ પણ એવું હતું કે જેને લીધે આ સ્થિતિમાં બહાર નિકળવું મારે મુશ્કેલ બની ગયું હતું. આ બાબત મને અંદર ઊંડે સુધી હેરાન કરતી હતી.`
તેમ છતાં આ પરિસ્થિતિનો સામનો કરી કેવી રીતે ડિપ્રેશનમાંથી બહાર આવ્યાં તે બાબતે વાત કરતાં મોનલે કહ્યું કે ` જો આપણે બીજા લોકો પર આધાર રાખવાનું છોડી દેશું તો આપણી મોટા ભાગની ભાવનાત્મક સમસ્યા દૂર થઈ જશે. તમારા પરિવારને જ તમારી તાકાત ગણો અને તમામ વસ્તુઓ શેર કરો. મારી ફેમિલી મારા દિલની ખૂબ જ નજીક છે અને ઓપન માઇન્ડેડ છે. ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ હું તેમની વધારે નજીક આવી છું અને તેમના સહકારથી મને હંમેશા હિંમત મળે છે.
મોનલ ગજ્જરે જિંદગીમાં આવેતા તમામ કઠોર તબક્કામાંથી પસાર થઈ અભિનય ક્ષેત્રમાં પ્રગતી કરતી ગઈ. મોનલ ગજ્જરે ના માત્ર ગુજરાતી ઈન્ડસ્ટ્રી, સાઉથ ઈન્ડસ્ટ્રી, મરાઠી અને મલયાલમ અને બોલીવૂડમાં પણ કામ કર્યુ છે. આ સાથે જ અભિનેત્રીએ બિગ બૉસ તેલુગુમાં પણ ભાગ લીધો હતો. મોનલ ગજ્જરે પંકજ ત્રિપાઠી સાથે `કાગજ` થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ. મોનલ ગજ્જર આગામી સમયમાં મલ્હાર ઠાકર અને ધ્વનિત સાથે જોવા મળશે. વિકીનો વરઘોડો નામની ફિલ્મમાં તેની અને મલ્હારની કેમેસ્ટ્રી જોવા મળશે.
આશા ભોંસલેની ફિલ્મમાં તેણે કેમિયો પણ કર્યો હતો.મોનલની પહેલી બે તમિલ ફિલ્મો એક જ દિવસે રીલીઝ થઈ હતી. મોનલને તેની તમિલ ફિલ્મ સિગારમ થોડુ માટે ખૂબ જ સરસ પ્રતિભાવો મળ્યા હતા.