જાનકી બોડીવાલાએ તેની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રિશા ઑન ધ રૉક્સ’નું શૂટિંગ પૂરું કરી લીધુ છે.
જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલાએ તેની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રિશા ઑન ધ રૉક્સ’નું શૂટિંગ પૂરું કરી લીધુ છે. આ ફિલ્મની જાહેરાત જાનકીએ સોશ્યલ મીડિયામાં કરી હતી. તેના બર્થ-ડે વખતે જાનકીએ આ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું હતું. કૃષ્ણદેવ યાજ્ઞિકે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જાનકી સાથે અન્ય કયા કલાકાર છે એની જાણકારી નથી મળી. જાનકી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેકમાં પણ દેખાવાની છે. એ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, આર. માધવન અને જ્યોતિકા પણ દેખાશે.

