જાનકી બોડીવાલાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે.
જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. જાનકીએ ‘છેલ્લો દિવસ’, ‘બહુ ના વિચાર’ અને ‘વશ’માં કામ કર્યું છે. તેની સુપરનૅચરલ ફિલ્મ ‘વશ’ની હવે હિન્દી રીમેક પણ બની રહી છે જેમાં અજય દેવગન અને જ્યોતિકા કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. વિકાસ બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મને આવતા વર્ષે આઠ માર્ચે રિલીઝ કરવામાં આવશે. જાનકીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતાં કૅપ્શન આપી હતી કે મારા ઝુમકા શોધી રહી છું.