ગુજરાતી ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa Teaser) બાળક દત્તક લેવાના હૃદયસ્પર્શી વર્ણનમાં તલસ્પર્શી છે, જે લોહીના સંબંધોને પાર કરતાં પ્રેમની જીતનું પ્રદર્શન કરે છે
ઇટ્ટા કિટ્ટાનું પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- ફિલ્મમાં અભિનેતા રોનક કામદાર અને માનસી પારેખ ગોહિલ લીડ રોલમાં છે
- `ઇટ્ટા કિટ્ટા` 19મી જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે
- `ઇટ્ટા કિટ્ટા`ને મંથન પુરોહિત અને અભિન શર્માની જોડીએ ડિરેક્ટ કરી છે
જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ સાથે મળીને તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટા’નું ટીઝર (Ittaa Kittaa Teaser) લૉન્ચ કર્યું છે. બાળક દત્તક લેવાની થીમ પર આધારિત આ સહજ ફેમિલી ડ્રામા તેના હાસ્ય, લાગણીઓ અને પારિવારિક બંધનોની ઉજવણીના અનોખા મિશ્રણથી પ્રેક્ષકોને મોહિત કરવા માટે તૈયાર છે.
ગુજરાતી ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa Teaser) બાળક દત્તક લેવાના હૃદયસ્પર્શી વર્ણનમાં તલસ્પર્શી છે, જે લોહીના સંબંધોને પાર કરતાં પ્રેમની જીતનું પ્રદર્શન કરે છે. આ ફિલ્મ એક આનંદદાયક પ્રવાસનું વચન આપે છે, જેમાં કૌટુંબિક ગતિશીલતા, સ્વીકૃતિ અને એકતાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવે છે. ફિલ્મમાં અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar) અને માનસી પારેખ ગોહિલ (Manasi Parekh Gohil) લીડ રોલમાં છે.
ADVERTISEMENT
નિર્માતા પંકજ કેશરુવાલાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જાન્વી પ્રોડક્શન્સમાં અમે એવી વાર્તાઓ કહેવામાં વિશ્વાસ રાખીએ છીએ કે જે પરિવારો એકસાથે જોઈ શકે, તેમની સાથે ઊંડા સ્તરે પડઘો પાડી શકે. ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa Teaser) પરિવારોને આકાર આપવામાં પ્રેમની શક્તિનો પુરાવો છે. અમે ગુજરાતી સિનેમાના રસિકો સાથે આ હૃદયસ્પર્શી વાર્તા શેર કરવા આતુર છીએ.”
દિગ્દર્શકની જોડી અભિન અને મંથન ઉમેરે છે, “અમે અમારી સર્જનાત્મકતા અને જુસ્સાને `ઇટ્ટા કિટ્ટા`માં ઠાલવ્યો છે અને ટીઝર એ હાસ્ય અને લાગણીઓની માત્ર એક ઝલક છે, જે દર્શકોની રાહ જોઈ રહ્યું છે. અમને આશા છે કે આ ફિલ્મ પ્રેમ, પરિવાર અને અનન્ય બોન્ડ છે, જે દરેક પરિવારને ખાસ બનાવે છે.”
ઉલ્લેખનીય છે કે ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa Teaser) એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. આખરે તેઓ ભૂલથી બે છોકરીઓને દત્તક લે છે, જે પાછળથી તેમનું જીવન બદલી નાખે છે. `ઇટ્ટા કિટ્ટા` 19મી જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટ’ના શૂટિંગના દિવસોને વાગોળતાં રોનક કામદારે અગાઉ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, “આ વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને મને ફિલ્મનો કૉન્સેપ્ટ ખૂબ જ ગમ્યો. બાળક દત્તક લેવા વિશે આજે પણ લોકોનો મત જુદો છે. ફિલ્મમાં દર્શાવાયેલું કપલ પણ જ્યારે બા ળક દત્તક લે છે, ત્યારે જેવી પરિસ્થિતિઓ સર્જાય છે, તે હૃદયને સ્પર્શી જાય તેવી છે.”
તેઓ ઉમેરે છે કે, “અમે માર્ચમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ અમે સુરતમાં શૂટ કરી છે એટલે ખાણી-પીણીમાં અમને સૌને જલસો પડી ગયો. ફૂડે જ અમને સૌને વધુ સારી રીતે કનેક્ટ કર્યા છે. અમે માત્ર ૨૨ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, પણ આટલા દિવસોમાં પણ અમારો ખૂબ જ સરસ બૉન્ડ બની ગયો હતો. ફિલ્મના શૂટિંગ દરામિયાં મને અલ્પના બુચ સાથે કામ કરવાની તક મળી અને તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું છે.
`ઇટ્ટા કિટ્ટા`ને મંથન પુરોહિત અને અભિન શર્માની જોડીએ ડિરેક્ટ કરી છે. તેઓ અગાઉ ગુજરાતી ફિલ્મ `ચાસણી`નું દિગ્દર્શન કરી ચૂક્યા છે અને હાલમાં `કંકોત્રી`નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્પના બુચ અને બાળ કલાકારો જિયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ પણ છે. ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવનું છે. વધુમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અંતિમા પવાર અને અઝહર સૈયદ દ્વારા લખવામાં આવી છે.