‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે
Ittaa Kittaa
ઇટ્ટા કિટ્ટાનું પોસ્ટર
ગુજરાતી સિનેમાના લોકપ્રિય યંગ અભિનેતાઓમાં એક રોનક કામદાર (Raunaq Kamdar) વધુ એક મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યા છે. રોનકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ફિલ્મનું પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. ફિલ્મમાં માનસી પારેખ (Manasi Parekh) પણ લીડ રોડમાં જોવા મળશે. અભિનેતાએ તેની નવી ફિલ્મ `ઇટ્ટા કિટ્ટા` (Ittaa Kittaa)ના ફર્સ્ટ લુક સાથે ધૂમ મચાવી છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોનક કામદારે (Raunaq Kamdar) લખ્યું કે, “બિંદાસ અંદાઝ અને મોજીલા મિજાજવાળા મળો ઇટ્ટા કિટ્ટાના પરિવારને...!!! નવરાત્રીના શુભ તહેવાર પર, અમે #IttaaKittaa ના ફર્સ્ટ લૂકનું અનાવરણ કરી રહ્યા છીએ, જે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થશે!"
‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. આખરે તેઓ ભૂલથી બે છોકરીઓને દત્તક લે છે, જે પાછળથી તેમનું જીવન બદલી નાખે છે. અભિનેતાએ શૅર કરેલા પોસ્ટરમાં જોઈ શકાય છે કે
ADVERTISEMENT
ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટ’ના શૂટિંગના દિવસોને વાગોળતાં રોનક કામદારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જણાવ્યું કે, “આ વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને મને ફિલ્મનો કૉન્સેપ્ટ ખૂબ જ ગમ્યો. બાળક દત્તક લેવા વિશે આજે પણ લોકોનો મત જુદો છે. ફિલ્મમાં દર્શાવાયેલું કપલ પણ જ્યારે બા ળક દત્તક લે છે, ત્યારે જેવી પરિસ્થિતિઓ સર્જાય છે, તે હૃદયને સ્પર્શી જાય તેવી છે.”
View this post on Instagram
તેઓ ઉમેરે છે કે, “અમે માર્ચમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ અમે સુરતમાં શૂટ કરી છે એટલે ખાણી-પીણીમાં અમને સૌને જલસો પડી ગયો. ફૂડે જ અમને સૌને વધુ સારી રીતે કનેક્ટ કર્યા છે. અમે માત્ર ૨૨ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, પણ આટલા દિવસોમાં પણ અમારો ખૂબ જ સરસ બૉન્ડ બની ગયો હતો. ફિલ્મના શૂટિંગ દરામિયાં મને અલ્પના બુચ સાથે કામ કરવાની તક મળી અને તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું છે.
`ઇટ્ટા કિટ્ટા`ને મંથન પુરોહિત અને અભિન શર્માની જોડીએ ડિરેક્ટ કરી છે. તેઓ અગાઉ ગુજરાતી ફિલ્મ `ચાસણી`નું દિગ્દર્શન કરી ચૂક્યા છે અને હાલમાં `કંકોત્રી`નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્પના બુચ અને બાળ કલાકારો જિયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ પણ છે. ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવનું છે. વધુમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અંતિમા પવાર અને અઝહર સૈયદ દ્વારા લખવામાં આવી છે.
‘ઇટ્ટા કિટ્ટા’ ઉપરાંત રોનકની દિગ્દર્શક વિજયગીરી બાવા સાથે પણ આગામી અનટાઈટલ્ડ ફિલ્મ પાઇપલાઇનમાં છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલ પોસ્ટ પ્રોડક્શનનું પર કામ ચાલુ છે. અભિનેતાની સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharth Randeria) સાથેની ફિલ્મ `હરી ઓમ હરી`નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ૨૪ નવેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે