Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IGFF 2024: આખરે `ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ`ની પાંચમી સિઝનની જાહેરાત થઈ ગઈ! જાણો તારીખ અને સ્થળ

IGFF 2024: આખરે `ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ`ની પાંચમી સિઝનની જાહેરાત થઈ ગઈ! જાણો તારીખ અને સ્થળ

Published : 13 April, 2024 05:53 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IGFF 2024: ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પંચમી સિઝન આ વર્ષે 28થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે.

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ


કી હાઇલાઇટ્સ

  1. આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતેનું વેન્યુ છે
  2. આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000થી વધુ પ્રેક્ષકો હાજરી આપતા હોય છે
  3. અભિનેતા બોમન ઈરાની અને દેવેન ભોજાણી વિશેષ અતિથિ તરીકે આવશે

IGFF 2024: ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ને લઈને મોટા સમાચાર સામે આવી રહે છે. તમને જણાવી દઈએ કે હવે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF 2024) તેની 5મી સિઝન માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પંચમી સિઝન આ વર્ષે 28થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે.


શા માટે પસંદ કરવામાં આવ્યું સિડનીનું વેન્યુ?



તમને ખ્યાલ જ છે કે શિકાગો ખાતે ગયા વર્ષે આ ફેસ્ટિવલે ખૂબ જ નોંધપાત્ર સફળતા મેળવી હતી. હવે આ સફળતા બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ  ફેસ્ટિવલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે સિડની તેની હાઇ ડિમાન્ડ અને વિવિધ આકર્ષક કારણોને ધ્યાનમાં લઈને પસંદ કરવામાં આવ્યું છે. જે સિડનીને ગુજરાતી સિનેમાના આ ભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવા માટે એક આદર્શ સ્થળ બનાવશે, તેમાં કોઈ બેમય નથી. તે સાથે જ આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતેનું વેન્યુ છે.


આ વર્ષે IGFF (IGFF 2024)ની ગ્રાન્ડ ઓપેનિંગ રેડ-કાર્પેટ ઇવેન્ટનું સેલિબ્રેશન આઇકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે કરવામાં આવશે. આપણી સંસ્કૃતિને, આપણા સિનેમાને ગુજરાતી ડાયસ્પોરા અને વિશ્વ સુધી પહોંચાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો માઈલસ્ટોન છે.

IGFFએ વૈશ્વિક સ્તરે એક અવિશ્વસનીય છાપ છોડી છે. આ ફેસ્ટિવલને તેના દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિભાવ મળતો રહે છે. આ જ પ્રતિભાવનાં જોરે હવે પાંચમી સિઝન થવા જઈ રહી છે. આ ફેસ્ટિવલ અગાઉ 2018માં ન્યૂ જર્સીમાં, 2019માં લોસ એન્જલસમાં અને બે વર્ષના ગાળા બાદ 2022માં એટલાન્ટા, GAમાં પરત ફર્યો હતો અને 2023માં શિકાગો ખાતે યોજાયો હતો. ખૂબ જ લોકપ્રિયતા મેળવનારા આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000થી વધુ પ્રેક્ષકો હાજરી આપતા હોય છે.


ન્યુ જર્સીના ગવર્નર, ફિલ મર્ફીએ પણ IGFF (IGFF 2024)ના મહત્વને સ્વીકાર્યું હતું અને તેનો ઉલ્લેખ ન્યૂ જર્સી સ્ટેટની સત્તાવાર વેબસાઇટ પર કર્યો હતો. આ માન્યતા ફેસ્ટિવલના મહત્વ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતી સિનેમાના પ્રચારમાં તેના યોગદાનને રેખાંકિત કરે છે. તે ઉપરાંત તમને જણાવી દઈએ કે વાઇબ્રન્ટ સિટી સિડનીમાં તેની 5મી આવૃત્તિ સાથે IGFF સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રેક્ષકોને અવિષ્મયણીય સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે. ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા અને શાનદાર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને ફિલ્મ સમુદાયના સભ્યો ટ્રાવેલ કરીને આ ફેસ્ટિવલમાં જોડવાના છે.

શું છે આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ?

ફેસ્ટિવલ ડિરેક્ટર અને ભારતીય ફિલ્મ નિર્દેશક શ્રી ઉમેશ શુક્લા સાથે ફેસ્ટિવલ જ્યુરી મેમ્બર્સ ગોપી દેસાઈ, જય વસાવડા, સ્ટોર્મ એશવુડ અને ફેસ્ટિવલના સ્થાપક શ્રી કૌશલ આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમની નિપુણતા અને સમજદાર નજર એ સુનિશ્ચિત કરશે કે ફેસ્ટિવલમાં ભાગ લેનારા તમામ પ્રેક્ષકો સમક્ષ શ્રેષ્ઠ ગુજરાતી સિનેમા રજૂ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેસ્ટિવલ (IGFF 2024)નું સૌથી મોટું આકર્ષણ તો જાણીતા અભિનેતા બોમન ઈરાની અને દેવેન ભોજાણી રહેશે. આ વર્ષે તેઓ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપવાના છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 05:53 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK