સચિન-જીગરની જોડીએ ગુજરાતીમાં આપ્યા છે અનેક સુપરહિટ ગીતો
જીગર સરૈયા (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
મ્યુઝિકલ બેલડી સચિન- જીગર (Sachin-Jigar) ઉર્ફ સચિન સંઘવી (Sachin Sanghvi) જીગર સરૈયા (Jigar Saraiya)ની મિત્રતા એટલી ગાઢ છે કે બધા તેમને ભાઈઓ સમજે છે, એટલું જ નહીં કેટલાક તો તેમને જુડવા ભાઈઓ કહી દે છે. પણ ફૅન્સને તો તેમની આ ગાઢ મિત્રતા વિશે ખ્યાલ જ છે. મ્યુઝિકલ બેલડીના જીગર સરૈયા આજે એટલે કે ૧૨ એપ્રિલના રોજ તેમનો ૩૮મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ બેલડીએ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે જીગર સરૈયાના જન્મદિવસે તેમણે ગાયેલા ગુજરાતી ગીતો પર એક નજર કરીએ….
૧. રાધા ને શ્યામ મળી જશે
ADVERTISEMENT
જો તમને રૉમેન્ટિક ગીત અને પરંપરાગત ભારતીય સંગીત ગમે છે તો આ ગીત ચોક્કસ સાંભળજો. ‘રાધા ને શ્યામ મળી જશે’માં જીગરનો અવાજ દિલને સ્પર્શી જાય તેવો છે. આ આલ્બમ સમગ્ર વિશ્વમાં સુપહિટ રહ્યો છે.
૨. ભુલી જાવુ છે
ચોર બની થનગાટ કરે ફિલ્મનું આ ગીત તમને વરસાદી સાંજ અને મસ્ત માહોલમાં એક સંપૂર્ણતાનો અહેસાસ કરાવશે. આ ગીતમાં જીગરના સુર જાણે તમને પ્રિયતમાની યાદોનો અનુભવ કરાવતા હોય તેવું લાગશે.
આ પણ જુઓ – સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ
૩. દરિયો
જેને રૉમેન્સની સહેજ આશા પણ નથી તેના હૃદય-મન પર રૉમેન્સના પરપોટાં ખિલવે છે જીગરનો મધુરો અવાજ. રૉમેન્સ અને જુસ્સાનું મિશ્રણ છે આ ગીત.
૪. કહેવા દે
જીગર સરૈયાનું આ ગીત હૃદયસ્પર્શી વાતચીતની ઝંખનાનો અનુભવ ચોક્કસ કરાવશે. આમાં જાણે ગાયકે પોતાનું સર્વસ્વ આપી દીધું હોય તેવું લાગે છે. દરેક મ્યુઝિક લવર આ ગીતના શબ્દો સાથે જોડાય જાય છે.
આ પણ જુઓ – સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ
આ સિવાય પણ બર્થ-ડે બોય જીગર સરૈયાએ અનેક ગુજરાતી હિટ ગીતો આપ્યા છે.