ગુજ્જુભાઈ હવે આપશે સવાલોના સવા કરોડ
સિર્દ્ધાથ રાંદેરિયા
ગુજરાતી થિયેટર અને ફિલ્મોના સુપરસ્ટાર એવા સિર્દ્ધાથ રાંદેરિયાને લઈને ગેમ-શો ડિઝાઇન થયો છે, જેનું નામ છે ‘સવાલોના સવા કરોડ.’ આ ગેમ-શો જાણીતી ગુજરાતી ન્યુઝ-ચૅનલ પર આવશે. માર્ચ મહિનાથી શરૂ થતા આ ગેમ-શોની રજિસ્ટ્રેશનલાઇન આજથી ખૂલી રહી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે ‘ઇન્ટેલિજન્સીની બાબતમાં ગુજરાતીઓ ખૂબ આગળ નીકળતા જાય છે. ભલે આપણે વેપારી પ્રજા કહેવાઈએ, પણ તમે જુઓ કે આજે સિવિલ સર્વિસથી લઈને ફૉરેન સર્વિસ અને ટેક્નૉક્રેટ વર્લ્ડમાં પણ ગુજરાતીઓ બહુ આગળ પડતા છે. ગુજરાતીઓ પાસે કોઈ એવો ગેમ-શો નહોતો જેમાં તેની ઇન્ટેલિજન્સી બહાર આવે. આ શો થકી ગુજરાતીઓની બૌદ્ધિક ક્ષમતા સામે આવશે અને સાથોસાથ મોટી રકમ પણ જીતવા મળશે.’
સિદ્ધાર્થ રાંદેરિયા શો હોસ્ટ કરશે. સિદ્ધાર્થભાઈએ અગાઉ કોઈ ગેમ-શો કર્યા નથી. ગેમ-શો તો ઠીક, સિદ્ધાર્થભાઈએ ક્યારેય ટીવી-સિરિયલને પણ પ્રાધાન્ય આપ્યું નથી. ગુજરાતી થિયેટરમાં એકચક્રી શાસન ચલાવતા સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી ફિલ્મો કરવાનું પણ છેલ્લા દસકાથી શરૂ કર્યું છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘શોનું ફૉર્મેટ અને નવી જનરેશનના ઇન્ટેલિજન્સને બહાર આવવા માટે મળનારી દિશા જોઈને મેં શો માટે હા પાડી.’
ADVERTISEMENT
‘સવાલોના સવા કરોડ’ની રજિસ્ટ્રેશનલાઇન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઓપન કરશે. રજિસ્ટ્રેશન શોની ઑફિશ્યલ વેબસાઇટ પરથી થશે.

