મલ્હાર ઠાકરને ચોક્કસ ગમશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની આ સરપ્રાઇઝ ગિફ્ટ
EXCLUSIVE
મલ્હાર ઠાકર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
ઢોલીવૂડ (Dhollywood)ના સુપરસ્ટાર કહેવાતા લોકોના ગમતીલા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)નો આજે એટલે કે ૨૮ જુલાઈના રોજ જન્મદિવસ છે. આ યંગ એક્ટર આજે ૩૩મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (gujaratimidday.com)એ તેમને એક યાદગાર સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. શું છે આ સરપ્રાઈઝ? ચાલો તમે પણ જાણી લો…
મલ્હાર ઠાકરને ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર કહેવાય છે. પરંતુ તે તેના ફ્રેન્ડસ અને કૉ-સ્ટાર્સ માટે જીવ આપી દે છે. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ સાથે મલ્હાર ઠાકરનો એક સ્પેશ્યલ બોન્ડ છે. મલ્હારના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તેમના માટે એક સ્પેશ્યલ સરપ્રાઈઝની અરેજન્મેન્ટ કરી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મલ્હાર ઠાકરના બેસ્ટ ફ્રેન્ડ્સ, બેસ્ટ કો-સ્ટાર અને બેસ્ટ પ્રોડ્યુસર ડિરેક્ટર પાસેથી તેમના માટે ખાસ બર્થ-ડે વિશના વીડિયો મોકલાવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ફિલ્મમેકર સંદીપ પટેલ (Saandeep Patel), પ્રોડ્યુસર અને અભિનેત્રી આરતી વ્યાસ પટેલ (Aarti Vyas Patel), આરોહી પટેલ (Aarohi Patel), પૂજા જોષી (Puja Joshi) અને અભિનેતા તત્સત મુનશી (Tatsat Munshi) પાસેથી મલ્હાર ઠાકર માટે બર્થ-ડે વિશના ખાસ વીડિયો મંગાવ્યા છે.
મલ્હાર ઠાકર જે અભિનેત્રી સાથે બર્થ-ડે શૅર કરે છે તે અભિનેત્રી પૂજા જોશીએ તેના બેસ્ટ બડી માટે બર્થ-ડેની બેસ્ટ વિશ મોકલી છે. ચાલો સાંભળીએ શું કહે છે પૂજા જોષી…
View this post on Instagram
મલ્હાર ઠાકરને ડિરેક્ટર-પ્રોડ્યુસર ડ્યુઓ સંદીપ પટેલ - આરતી વ્યાસ પટેલ સાથે કામ કરવામાં સૌથી વધુ મજા આવે છે અને તેઓ ઘર જેવા સંબંધો ધરાવે છે. આ કપલે પણ ખાસ અંદાજમાં અભિનેતાને વિશ કર્યું છે...
View this post on Instagram
સ્ક્રિન પર મલ્હાર ઠાકરની જોડી જેની સાથે સૌથી વધુ સુંદર લાગે છે તે અભિનેત્રી આરોહી પટેલ રિયલ લાઈફમાં અભિનેતાની બેસ્ટ ફ્રેન્ડ છે. જુઓ આરોહીની બર્થ-ડે વિશ…
View this post on Instagram
આરોહી પટેલ અને મલ્હાર ઠાકરે ‘લવની ભવાઈ’ (Love Ni Bhavai) અને ‘ઓમ મંગલમ સિંગલમ’ (Aum Mangalam Singlem) ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ દ્વારા ડેબ્યૂ કરનાર અભિનેતા તત્સત મુનશી અભિનેતા સાથે સ્પેશ્ય બોન્ડ શૅર કરે છે. ચાલો સાંભળીએ તત્સતે મલ્હારને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે શું કહ્યું છે...
View this post on Instagram
૨૮ જૂન ૧૯૯૦ના રોજ જન્મેલા મલ્હાર ઠાકરે નવ વર્ષ સુધી થિયેટરમાં સ્ટ્રગલ કર્યા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (Chhello Divas) દ્વારા ઢોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ જે થયું એ માટે ચોક્કસ કહી શકાય કે, ‘રેસ્ટ ઇસ હિસ્ટ્રી’.
મલ્હાર ઠાકરને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.