દિગ્દર્શક વિરલ શાહ આવી રહ્યાં છે 'ગોળકેરી 2' લઈને
વિરલ શાહ
વિરલ શાહ (Viral Shah) દિગ્દર્શિત અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને માનસી પારેખ (Manasi Parekh) અભિનિત ફિલ્મ 'ગોળકેરી'ની ટીમ માટે અત્યારે સેલિબ્રેશનનો સમય છે. કારણકે ફિલ્મને 'ટૉરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફેસ્ટિવલ' 2020માં મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મનો એવૉર્ડ મળ્યો છે. સાથે જ ગુજરાતી ફિલ્મના ચાહકો માટે પણ ખુશખબર છે. કારણકે ફિલ્મના દિગ્દર્શક વિરલ શાહે 'ગોળકેરી 2'ની જાહેરાત કરી છે.
'ગોળકેરી 2'ની જાહેરાત કરતા વિરલ શાહે કહ્યું હતું કે, 'ટૉરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફેસ્ટિવલ' 2020માં મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મનો એવૉર્ડ મળ્યો એ અમારા માટે બહુ ગર્વની વાત છે. પ્રેક્ષકોને મનોરંજનના એકમાત્ર ઉદ્દેશ માટે અમે ફિલ્મની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું છે. ટીમ ગોળકેરી વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે, ક્રૂના દરેક સભ્યએ ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કર્યું હતું. એટલે જ આટલી ઉત્તમ ફિલ્મ બની. મારી પાસે તેજસ્વી કલાકારો, અમેઝિંગ ક્રૂ અને અમેઝિંગ પ્રોડ્યુસર હતા એટલે હું મારી જાતને નસીબદાર માનું છું. ફિલ્મને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ અમે ફિલ્મની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું છે. જેમા દેખાડવામાં આવશે કે, જોસુ-મોસુ-હસ્સુ-સમોસુ ના જીવનમાં આગળ શું થાય છે.
ADVERTISEMENT
સંબંધોના તાણાવાણામાં ગુંથાયેલી ફિલ્મ 'ગોળકેરી' ખાટી-મીઠી લાગણીઓનો અનુભવ કરાવે છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પાઠક અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં છે.

