Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજયગીરી ફિલ્મોઝની ઐતિહાસિક ગુજરાતી ફિલ્મના નામની આખરે થઈ જાહેરાત, જાણો રિલીઝ ડેટ

વિજયગીરી ફિલ્મોઝની ઐતિહાસિક ગુજરાતી ફિલ્મના નામની આખરે થઈ જાહેરાત, જાણો રિલીઝ ડેટ

Published : 24 October, 2023 02:26 PM | Modified : 24 October, 2023 02:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી ફિલ્મ જગતની ઐતિસાહિક ફિલ્મના નામની જાહેરાત થઈ ચૂકી છે. વિજયગીરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલી વીરતાની ગાથા દર્શાવતી આ ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ વિશે જાણો...

કસૂંબો ફિલ્મનું પોસ્ટર

કસૂંબો ફિલ્મનું પોસ્ટર


ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ ડિરેક્ટર વિજયગીરી બાવા એક નવી ઐતિહાસિક ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મની જાહેરાત તો ઘણાં મહિનાઓ પહેલા થઈ હતી પરંતુ ફિલ્મનું નામ અને વિષય વાર્તા અકબંધ હતી. ત્યારે આજે વિજયગીરી બાવાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઐતિહાસિક ફિલ્મના નામની જાહેરાત કરી છે. તેમણો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ બંનેની જાહેરાત કરી છે. 


`21મું ટિફિન` ફિલ્મ બાદ વિજયગીરી બાવા એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં. જ્યારથી આ પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં કે આ ઐતિહાસિક ફિલ્મનું નામ અને સ્ટોરી શું હશે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા નિર્દેશક વિજયગીરી બાવાએ ફિલ્મના ટાઈટલનો ખુલાસો કર્યો છે. વીરતાની ગાથા દર્શાવતી આ ફિલ્મનું નામ `કસૂંબો`  (Kasoombo)છે. ફિલ્મ આગામી વર્ષ 2024માં 16 ફેબ્રુઆરીના રોજ  મોટા પડદા પર રિલીઝ થશે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijaygiri FilmOs (@vijaygirifilmos)


વિજયગીરી ફિલ્મોઝના ઈન્સ્ટાગ્રામ હેન્ડલર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે જોઈને લાગે છે ફિલ્મની જાહેરાત કરવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિજયગીરી બાવા, રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ અને રામ મોરી સહિતના ઘણાં કલાકારો, અગ્રણીઓ સાથે માનવ મહેરામણ ઉમટ્યું છે. વીડિયો શેર કરી કેપ્શનમાં લખવામાં છે કે "આ રીતે ફિલ્મના ટાઈટલ "કસૂંબો" ની જાહેરાત કરી. સિનેમામાં  16 ફેબ્રુઆરી, 2024ના રોજ."  


આજથી સાત-આઠ સદી પહેલાની વાત 21મી સદીના દર્શકો સમક્ષ રજૂ કરવાની સંપુર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. ફિલ્મમાં બહોળી કાસ્ટ, ઐતિહાસિક વિષય લોકેશન્સમાં જુના જમાનાની ઝાંખી જોવા મળશે. વિષયને અનુરૂપ શૂટિંગ માટે અમદાવાદમાં આશરે 16 વીઘા જમીનમાં આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો. મુંબઈથી કારીગરોને બોલાવીને એક આખું ગામડું ઉભું કરવામાં આવ્યું હતું. ફિલ્મનો અદ્ભુત દ્રશ્યો જોવા મળી શકે છે. સેટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મને રિયાલિસ્ટ રૂપ આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે. 

આ ફિલ્મ માત્ર ગુજરાતી ભાષા પુરતી સીમિત નથી તેને હિંદીમાં પણ રજૂ કરવામાં આવશે. આ પહેલા સેટની તસવીરો સામે આવી હતી. એ ફોટોઝ અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેક લોકોની ધગશ અને મહેનત જોઈ ફિલ્મ બાહુબલીને યાદ અપાવે છે. બહુ જ ટૂંક સમયમાં આવી જ ધમાકેદાર ગુજરાતી ફિલ્મ દર્શકોને મોટા પડદા પર જોવા મળવાની છે.  આ ફિલ્મમાં ર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), દર્શન પંડ્યા (Darshan Pandya), રોનક કામદાર (Raunaq Kamdar), શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar), ચેતન ધનાની (Chetan Dhanani), મોનલ ગજ્જર (Monal Gajjar), ફિરોઝ ઇરાની (Firoz Irani), વિશાલ વૈશ્ય (Vishal Vaishya), કલ્પના ગાગડેકર (Kalpana Gagdekar)અને મનોજ શાહ સહિતના ઘણાં નામી કલાકારો છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK