ધ્વની ગૌતમ લઈને આવી રહ્યાં છે ‘લવ અતરંગી’
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
‘રોમાન્સ કોમ્પ્લિકેટેડ’, ‘તુ તો ગયો’ જેવી ગુજરાતી ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકર અને દિગ્દર્શક ધ્વની ગૌતમ (Dhwani Gautam) દર્શકો માટે વધુ એક ભેટ લઈને આવ્યા છે. તેમને આગામી ગુજતરાતી ફિલ્મની આજે જાહેરાત કરી છે. જેનું નામ છે, ‘લવ અતરંગી’. લંડનમાં શૂટ થનારી ફિલ્મમાં ‘સારાભાઈ’ ફૅમ અભિનેત્રી પુજા ઝવેરી (Pooja Jhaveri), ટીવી અભિનેત્રી પુજા જોષી (Puja Joshi), ‘પેલા અઢી અક્ષર’ ફૅમ અંશુલ ત્રિવેદી (Anshul Trivedi) અને જાણીતા અભિનેતા ધર્મેશ વ્યાસ (Dharmesh Vyas) મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મ ‘લવ અતરંગી’નું પોસ્ટર આજે રિલીઝ થયું છે. ફિલ્મની જાહેરાત કરતા ધ્વની ગૌતમે લખ્યું છે કે, ‘પ્રેમના અઢી અક્ષરથી રંગાશે આકાશ સતરંગી, અમે આવી રહ્યા છીએ ૨૦૨૧માં લઈને Love Atrangi. પ્રેમને અતરંગી અવતારમાં રજુ કરવા માટે થઈ જાઓ તૈયાર’.
ADVERTISEMENT
View this post on Instagram
ફિલ્મના દિગ્દર્શક અને લેખક ધ્વની ગૌતમે જણાવ્યું કે, ‘લવ અતરંગી’નું શૂટિંગ 2021માં શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ યુકે અને લંડનમાં કરવામાં આવશે. બે મહિલા અને એક પુરુષના પ્રણય ત્રિકોણની વાર્તા દર્શાવતી આ રોમેન્ટિક ફિલ્મમાં મુખ્ય પાત્રો તદ્દન નવા અવતારમાં જોવા મળશે. પુજા જોષી દેશી અવતારમાં જોવા મળશે તો પુજા ઝવેરી તેના કરતા જુદા અને વિરોધી અવતારમાં જોવા મળશે.
ધ્વની ગૌતમ
‘લવ અતરંગી’માં મુખ્ય પાત્રોમાં પુજા ઝવેરી, પુજા જોષી, અંશુલ ત્રિવેદી અને ધર્મેશ વ્યાસ છે.
પુજા ઝવેરી
અંશુલ ત્રિવેદી
પુજા જોષી
ધર્મેશ વ્યાસ
‘લવ અતરંગી’નું દિગ્દર્શન ધ્વની ગૌતમે કર્યું છે. લેખક પ્રાર્થી ઢોળકિયા અને ધ્વની ગૌતમ છે. જ્યારે સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે અને ક્રિએટીવ પ્રોડયુસર રાકેશ ઉપાધ્યાય છે.

