નેત્રી ત્રિવેદીએ આ બૉલિવૂડ અભિનેતાની તસવીર શૅર કરીને જણાવી દીધી પોતાની ફિલિંગ્સ
નેત્રી ત્રિવેદી (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
‘છેલ્લો દિવસ’ ફૅમ અભિનેત્રી નેત્રી ત્રિવેદી (Netri Trivedi) તેના સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આજે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની ફિલિંગ્સ જાહેર કરીને સહુને ચોંકાવી દીધા છે. નેત્રીએ એક બૉલિવૂડ અભિનેતાને પોતાનો ‘હસબન્ડ’ કહ્યો છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ બર્થ-ડે બૉય આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapur) છે.
આ પણ જુઓ – HBD આદિત્ય રૉય કપૂર : આ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે નામ
ADVERTISEMENT
બૉલિવૂડ અભિનેતા આદિત્ય રૉય કપૂરનો અજે એટલે કે ૧૬ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. આદિત્ય રૉય કપૂર ઢોલિવૂડની અભિનેત્રી નેત્રી ત્રિવેદીનો ફેવરિટ હીરો છે. આજે અભિનેતાના જન્મદિવસે નેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આદિત્ય રૉય કપૂરની તસવીર શૅર કરીને કૅપ્શન આપ્યું છે, ‘ઉહહ હૅપી બર્થ-ડે હસબન્ડ’. સાથે જ નેત્રીએ કિસ કરવાળા ઇમોજીનો સિમ્બોલ પણ મુક્યો છે.
નેત્રી ત્રિવેદીની ઇન્સ્ટા સ્ટોરી
હવે તો એ જ જોવાનું રહ્યું કે, નેત્રી ત્રિવેદીની આ પોસ્ટ જોયા પછી આદિત્ય રૉય કપૂર તેને ‘વાઇફ’ બનાવવા તૈયાર છે કે નહીં!
તમને જણાવી દઈએ કે, નેત્રી ત્રિવેદીએ ‘છેલ્લો દિવસ’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઇશાનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેણે ‘ફેરા ફેરી હેરા ફેરી’, ‘શું થયું?’ ‘પાઘડી’, ‘ધુંઆધાર’ જેવી અદ્ભુત ફિલ્મોમાં કામ કર્યું છે. ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’માં નેત્રીએ નિતલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને નેશનલ એવૉર્ડ મળ્યો છે.
આ પણ વાંચો : યશ સોનીની નવી ફિલ્મનો લૂક જોયો? આ દિગ્દર્શક સાથે ફરી કરશે કામ
અભિનેત્રીના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે દીક્ષા જોષી અને રોનક કામદાર અભિનિત ફિલ્મ ‘લકીરો’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.