તેને ફૅશન અને સ્ટાઇલમાં ઇન્ટરેસ્ટ નથી, પરંતુ વધુ ઇન્ટરેસ્ટ પાત્ર માટે ઑબ્ઝર્વ કરવામાં છે
રૅપિડ ફાયર
યશ સોની
યશ સોની આ વર્ષે ત્રણ ફિલ્મો લઈને આવ્યો છે, જેમાં ‘નાડીદોષ’, ‘રાડો’ અને ‘ફક્ત મહિલાઓ માટે’નો સમાવેશ છે. ‘ફક્ત મહિલાઓ માટે’ હજી પણ કેટલાંક થિયેટર્સમાં ચાલી રહી છે જે બહુ જલદી શેમારૂ મી પર જોઈ શકાશે. શેમારુ મી પર યશ સોનીની ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’ પણ સ્ટ્રીમ થઈ રહી છે.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
નવા પાત્રની શોધ કરનાર, પાત્ર માટે હંમેશાં ઑબ્ઝર્વ કરનારો, ક્યારેય ન ભજવ્યું હોય એવું પાત્ર ભજવનારો અને ધીરજ રાખનાર.
ADVERTISEMENT
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
કોઈ નવા પાત્રની ઑફર મળવી કે મારા ફેવરિટ ડિરેક્ટરનો નવી ફિલ્મ માટે કૉલ આવે ત્યારે ચહેરા પર એક મોટી સ્માઇલ આવી જાય છે. પાત્ર અથવા તો મારા અપીઅન્સને લઈને મારા ડિરેક્ટરની આશા હોય એના પર ખરો ન ઊતરવાનો મને ડર લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
કોની સાથે જવું એ તો નક્કી નથી, પરંતુ એવી જગ્યા જ્યાં શાંતિ હોય અને કૅન્ડલ લાઇટ હોય. શાંત જગ્યા મને વધુ પસંદ છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
અત્યારે ઈએમઆઇ ભરવામાં કરું છું.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું પડે?
કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ ખૂબ સારી રીતે કરતો હોય તો મારું અટેન્શન તરત જ તેની તરફ જાય છે. કારણ કે ત્યાર બાદ મને એ વ્યક્તિ વિશે જાણવાની હંમેશાં ઇચ્છા થાય છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારા કૉફીવાળા દૃશ્યથી લોકો મને આજે પણ યાદ કરે છે. ‘છેલ્લો દિવસ’ને ૭ વર્ષ થયાં છે. મેં આવું કંઈ વિચાર્યું નથી, પરંતુ લોકો પોતાની રીતે યાદ રાખે છે પછી ફિલ્મ, ડાયલૉગ કે દૃશ્ય કંઈ પણ હોય.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી સ્પેશ્યલ વસ્તુ કઈ?
એક ફૅન્સ દ્વારા એક કાર્ડ્સ પર મારું ચિત્ર દોરવામાં આવ્યું હતું અને એ પત્તાંને એ રીતે ગોઠવવામાં આવ્યાં હતાં કે એક પડે એટલે એની સાથે બધાં પત્તાં પડે. આ પત્તાં જ્યારે પડે ત્યારે મારું ચિત્ર બને છે જે મારા માટે ખૂબ સ્પેશ્યલ હતું.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
આળસ અને મારી ઊંઘ મારી સૌથી યુઝલેસ ટૅલન્ટ છે. જોકે મને એ ખૂબ ગમે છે. બીજા માટે એ યુઝલેસ છે, પરંતુ મને ખૂબ મજા આવે છે.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
હું એટલો ફૅશનમાં છું નહીં. ફેવરિટ કપડાં ઘણાં છે, પરંતુ આ સમયે આ કપડાં જ પહેરવાં એવું કાંઈ નથી.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
હું કોઈ પણ કામ કરું તો એવી રીતે કરું કે એ કરવાનું જ છે, કોઈ ઑપ્શન નથી. મારી પહેલી બાઇક-ટ્રિપ ૧૪૦૦ કિલોમીટરની હતી. ટ્રિપ પૂરી થયા બાદ ઘણા લોકોએ કહ્યું હતું કે તેં જબરી ડેરિંગ કરી હતી. જોકે હું જ્યારે કંઈ પણ કરું ત્યારે મને નથી લાગતું કે એ ડેરિંગવાળું છે.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવી રાખી છે?
મારી લાઇફમાં એવું કાંઈ છે નહીં. પ્રોફેશનલી હું વધુ મારા નજીકના લોકોને પણ નથી જણાવતો, કારણ કે મારા નજીકના લોકો માટે પણ હું મારી ફિલ્મો એક્સ્પીરિયન્સ બગાડવા નથી માગતો.