Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘Builder Boys’ Review: નવા કન્સ્ટ્રક્શનની દિવાલો ભલે પાતળી, બિલ્ડર્સ દમદાર

‘Builder Boys’ Review: નવા કન્સ્ટ્રક્શનની દિવાલો ભલે પાતળી, બિલ્ડર્સ દમદાર

05 July, 2024 11:00 AM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

‘Builder Boys’ Review: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા અભિનિત ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’ વાસ્તવિકતા રજુ કરે છે

‘બિલ્ડર બોય્ઝ’નું પોસ્ટર

‘બિલ્ડર બોય્ઝ’નું પોસ્ટર


ફિલ્મ: બિલ્ડર બોય્ઝ


કાસ્ટ: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા, શેખર શુક્લા



લેખક: ચાણક્ય પટેલ


દિગ્દર્શક: ચાણક્ય પટેલ

રેટિંગ: ૩/૫


પ્લસ પોઇન્ટ: અભિનય, વાર્તા વિષય, મ્યુઝિક

માઇનસ પોઇન્ટ: મોન્ટાજ, ધીમો ફર્સ્ટ હાફ

ફિલ્મની વાર્તા

‘બિલ્ડર બોય્ઝ’ (Builder Boys Review) ફિલ્મની વાર્તા બે મિત્રોનિ અને તેમના બિલ્ડર બનવાના સપનાઓની છે. બે મિત્રોમાંથી એક વિરાજ, જે બ્રોકર છે અને બીજો મિત્ર ચિન્મય જે સિવિલ એન્જિનિયર છે. તેમનું બિલ્ડર બનવાનું સપનું છે પરંતુ તેમની પાસે ફંડ અને જમીનનો અભાવ છે. એટલે તેઓ જૂની રહેણાંક ઇમારતમાં તક ઝડપે છે અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રહેવાસીઓને જીતવાનો પ્રયાસ કરે છે. જો કે, એક અંધશ્રદ્ધાળુ રિયલ એસ્ટેટનો રાજા બિલ્ડર નંદનવન વિરાજ અને ચિન્મયના માર્ગમાં બાધા બને છે. વિરાજ અને ચિન્મય બાધાઓનો બ્રિજ તોડીને પોતે બિલ્ડર કઈ રીતે બને છે તેની આસપાસ આખી વાર્તા ફરે છે.

પરફોર્મન્સ

ફિલ્મમાં બિલ્ડર બોય્ઝની ભૂમિકા ભજવતા મુખ્ય અભિનેતા રોનક કામદાર (Raunak Kamdar) અને શિવમ પારેખ (Shivam Parekh) ની કેમેસ્ટ્રી જોરદાર છે.

રોનક કામદાર હંમેશ મુજબ તેનો ચાર્મ અને ક્યૂટ એક્સપ્રેશનથી દર્શકોનું દિલ મોહી લે છે.

જ્યારે સહેજ ગભરુ અને કેલક્યુલેટેડ રિસ્ક લેવામાં માનતા સિવિલ એન્જીનિયરના પાત્રમાં શિવમ પારેખ સાહજિક અને ગળે ઉતરી જાય એવો અભિનય કરે છે.

એશા કંસારા (Esha Kansara) વિરાજ એટલે કે રોનક કામદારનો લવ ઇન્ટરેસ્ટ છે. દિવ્યાના પાત્રમાં અભિનેત્રીના શિરે મુકવામાં આવેલી જવાબદારી સુપરે નિભાવી છે. જોકે, સ્ટોરીને આગળ વધારવામાં દિગ્દર્શક એશા કંસારાના પાત્રનો વધુ ઉપયોગ કરી શક્યા હોત.

નંદન બિલ્ડરના પાત્રમાં સિનિયર અભિનેતા શેખર શુક્લા (Shekhar Shukla) માં એકેય ભૂલ ન કાઢી શકાય, તેમની હાજરીથી જ જાણે માહોલ બદલાઈ જાય.

હેમિન ત્રિવેદી (Hemin Trivedi) નંદન બિલ્ડરના ખાનદાની જ્યોતિષની ભૂમિકામાં સપોર્ટિંગ રોલમાં છે. જ્યારે રેસિડન્સના પાત્રમાં ભાવિની જાની (Bhavini Jani), સુનિલ વાઘેલા (Sunil Vaghela), પ્રેમલ યાજ્ઞિક (Premal Yagnik), કલ્પના ગાગડેકર છારા (Kalpana Gagdekar Chhara), અંશુલ જોશી (Anshul Joshi), કામિની પટેલ (Kamini Patel), કુલદિપ શુક્લા (Kuldip Shukla), વિશ્વ જોષી (Vishv Joshi) અને મમતા ભાવસાર (Mamta Bhavsar) તેમના અભિનય દ્વારા ફિલ્મમાં પ્રાણ પુરે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

‘બિલ્ડર બોય્ઝ’નું લેખન અને દિગ્દર્શન ચાણક્ય પટેલ (Chanakya Patel) એ કર્યું છે. ચાણક્ય પટેલ રિયલ લાઈફમાં આર્કિટેક્ટ છે. તેમની આ ટેલેન્ટ ‘બિલ્ડર બોય્ઝ’ અને ‘ચબૂતરો’ બન્ને ફિલ્મોમાં જોવા મળી છે.

‘બિલ્ડર બોય્ઝ’ની વાર્તા સારી છે પરંતુ તેમાં કૉન્ફ્લિક્ટ આવતા બહુ સમય લાગે છે પણ ફિલ્મની હ્યુમર તમને સાચવી લે. જો કે અમુક હિસ્સાઓમાં વાર્તાનું વર્લ્ડ એસ્ટાબ્લિશ કરવામાં સમય લાગતો હોવાથી ફિલ્મ થોડીક કંટાળાજનક લાગે એવું શક્ય છે. ફર્સ્ટ હાફ ધીમો પણ રમુજી છે. જો કે બીજા હાફમાં દર્શકોની નજર સ્ક્રિન પર ચોંટી રહે છે. ફિલ્મમાં ઘણી બધી પરિસ્થિતિઓ મોન્ટાજિઝમાં જ બતાડી દેવાઇ છે.  આટલા બધા મોન્ટાજિઝને બદલે ચોટદાર દ્રશ્યો હોત તો કદાચ વધુ મજા આવત. પરંતુ ક્લાઇમેક્સ અણધાર્યો છે, પણ મજેદાર છે. 

ચાણક્ય પટેલ એક પ્રોમિસિંગ દિગ્દર્શક છે તે ફિલ્મમાં દેખાય છે.

મ્યુઝિક

‘બિલ્ડર બોય્ઝ’ ફિલ્મમાં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર સિદ્ધાર્થ અમિત ભાવસાર (Siddharth Amit Bhavsar) નું છે. જેમ બિલ્ડિંગમાં રેતી અને સિમેન્ટનો યોગ્ય ગુણોત્તર હોય તેમ ફિલ્મમાં સિદ્ધાર્થનું મ્યુઝિક બેલેન્સ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

ફિલ્મ જોવી કે નહીં?

આજકાલ સોસાયટીમાં રિડેવલપમેન્ટનો પ્રશ્ન સૌથી મોટી સમસ્યા છે. સમાજના આ પ્રકારના મુદ્દાને સ્ક્રિન પર લાવવાનું કામ કર્યું છે ચાણક્ય પટેલ અને ટીમે. એટલે અટપટા અને અસામાન્ય વિષયની આ સ્લાઇસ ઑફ લાઇફ ફિલ્મ જોવાનો પ્લાન વિકએન્ડ પર કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 11:00 AM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK