Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Aditya Gadhvi PM Modi Meeting: ‘ખલાસી’ ફૅમ આદિત્ય ગઢવીએ PM સાથેના વગોળ્યા સંસ્મરણો

Aditya Gadhvi PM Modi Meeting: ‘ખલાસી’ ફૅમ આદિત્ય ગઢવીએ PM સાથેના વગોળ્યા સંસ્મરણો

Published : 03 November, 2023 06:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Aditya Gadhvi PM Modi Meeting: `ખલાસી` ફૅમ સિંગર આદિત્ય ગઢવીએ ‘ખલાસી’ ગીત પીએમ નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. તેણે મોદીજી સાથેના સંસ્મરણો વગોળ્યા હતા.

નરેન્દ્ર મોદી અને આદિત્ય ગઢવીની તસવીરનો કૉલાજ

નરેન્દ્ર મોદી અને આદિત્ય ગઢવીની તસવીરનો કૉલાજ


Aditya Gadhvi PM Modi Meeting: ‘એવો કોણ છે ખલાસી મને કહી દો’ આ પંક્તિ આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાલ `ખલાસી` ગીત ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. હવે ખલાસી ફૅમ સિંગર આદિત્ય ગઢવી (Aditya Gadhvi) જે મૂળ ગુજરાતી છે. તેણે ‘ખલાસી’ ગીત પીએમ નરેન્દ્ર મોદી (Aditya Gadhvi PM Modi Meeting)ને સમર્પિત કર્યું છે. આદિત્ય ગઢવી જે આ ગીતથી રાતોરાત મોટો સ્ટાર બની ગયો છે તેને પીએમ મોદી સાથે મુલાકાત લીધી હતી.


આદિત્ય ગઢવી પોતાના ખલાસી ગીતને કેન્દ્રમાં રાખીને કહે છે કે આજે જો કોઈ એવું વ્યક્તિત્વ હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કારણકે તેઓને પડકારો ગમે છે. આદિત્યએ એક વીડિયોમાં વાત કરી હતી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ 2014 પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. તે દરમિયાન જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મારા પિતાએ મને પીએમને મળવા (Aditya Gadhvi PM Modi Meeting) કહ્યું. જ્યારે હું તેને મળવા જતો હતો ત્યારે મારા મનમાં હતું કે હું મારો પરિચય શું આપું, પણ મને નવાઈ લાગી હતી કે તેઓએ મારી સામે હાથ લંબાવ્યો અને પૂછ્યું કે, ‘શું છે બેટમજી? ભણે છે કે નહીં લ્યા? તે તો ગુજરાતનો ધ્વજ ફરકાવ્યો.’



હાલ આદિત્ય ગઢવી કોક સ્ટુડિયો ઇન્ડિયા દ્વારા રેકોર્ડ કરાયેલ ગુજરાતી ગીત ખલાસી માટે ચર્ચામાં છે. ત્યારે આદિત્યએ આ ગીત પીએમ મોદીને સમર્પિત કર્યું છે. આ ગીત સકારાત્મક ઉર્જાથી ભરેલું ગીત છે. આ ગીતમાં ખાલસી શબ્દનો અર્થ નાવિક એવો થાય છે.


આદિત્ય ગઢવીએ મોદી સાથેની મુલાકાત (Aditya Gadhvi PM Modi Meeting) સાથે મોદીજીના રણોત્સવ વિઝન અંગે કહ્યું હતું કે, “મોદીજીનું વિઝન છે કે ભારતને એક ઉંચાઇએ લઇ જવું છે. તેઓ પડકારોને સ્વીકારે છે. તેમની પાસે વિઝન છે. ગુજરાતમાં રણ હતું, ત્યાં રણોત્સવ શરૂ કરાવ્યું. અને ત્યાં પ્રવાસીઓ માત્ર ભારતમાંથીજ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી આવવા લાગ્યા છે. આ પ્રવાસીઓ કચ્છ સાથે જોડાયા. કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયા. નરેન્દ્ર મોદીનો રણઉત્સવનો જે વિચાર છે તે માત્ર એ જ છે કે રણને હાઈલાઈટ કરવું.”

શું છે આ ગીતનો ભાવ?


નાવિક એટલે કે એ જ વ્યક્તિ કે જેને પડકારો ગમે છે. જે સતત કંઈક નવું કરવા માટે ઉત્સુક હોય છે. સમુદ્ર ખેડે છે. આવો ઉત્સાહી નાવિક કોણ હોઈ શકે તે ગીત માણનારે શોધવાનું છે. ગીતમાં કહેવાયું છે કે સાચો નાવિક એ જ હોય શકે જે દરિયામાં ફણીધર નાગનો પણ સામનો કરી શકે. દરિયા કિનારે તોફાનમાં વસ્તુઓ નાશ પામે છે, પરંતુ જેની પાસે હિંમત અને ઇચ્છાશક્તિ હોય તે જ બચે છે. આવું ઉત્સાહથી ભરેલું ગીત લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2023 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK