ફિલ્મ 21મું ટિફિનમાં આ સ્વાદ ઉમેરનાર છે 21મું ટિફિન મંગાવનારો જુવાન, જે રસોઇ કરનારી અભિનેત્રીની આવડતને લાગણીનું ગાર્નિશિંગ કરે છે, તેની કદર કરે છે, તેની નિરસ જિંદગીનો ટેકો બને છે.
તસવીર સૌજન્ય નીલમ પંચાલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ગુજરાતી ફિલ્મ 21મું ટિફિનનો જીવ અને આખે આખો સ્વાદ એટલે અભિનેત્રી નિલમ પંચાલ જ સમજો. આજે નિલમ પંચાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એક બહુ મજાનો વીડિયો શૅર કર્યો. તેણે આ વીડિયોમાં વાત કરી છે તેનું 21મું ટિફિન કોણ છે? જો તમે આ ફિલ્મ જોઇ હશે તો તમને ખ્યાલ હશે કે બેસ્વાદ જિંદગીમાં જ્યારે કોઇ કદર કરીને લાગણીનો સ્વાદ ઉમેરે ત્યારે જિંદગીનો રસ સ્વાદિષ્ટ થઇ જાય છે. ફિલ્મ 21મું ટિફિનમાં આ સ્વાદ ઉમેરનાર છે 21મું ટિફિન મંગાવનારો જુવાન, જે રસોઇ કરનારી અભિનેત્રીની આવડતને લાગણીનું ગાર્નિશિંગ કરે છે, તેની કદર કરે છે, તેની નિરસ જિંદગીનો ટેકો બને છે.
નિલમ પંચાલે આજે શૅર કરેલા વીડિયોમાં તે વાત કરે છે તેની જિંદગીનું 21મું ટિફિન કોણ છે? તેના 21મા ટિફિન તરીકે તે બે જણાની વાત કરે છે. તે આ વીડિયોમાં કહે છે કે પોતે નાનપણમાં પિતા ગુમાવ્યા અને તેને ભાઇ પણ નથી છતાં જ્યારે તેણે અભિનય ક્ષેત્રે કામ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેનાં મમ્મીએ તેને પુરેપુરો ટેકો આપ્યો. આ પછી લગ્ન થયાં, બાળક થયું ત્યારે તેના સાસુ તેનું 21મું ટિફિન બન્યાં. સાસુનો સહકાર ભારોભાર રહ્યો. નિલમની વાતો કંઇ આવો અર્થ છે જેમાં તે કહે છે કે, `એક સ્ત્રીને ઘર હોય છોકરું હોય એટલે ઢગલો જવાબદારીઓ હોય પણ શૂટિંગ આવે ત્યારે એક મિનિટ પણ મારે વિચારવું નથી પડ્યું કે આમ ઘર મૂકીને કેવી રીતે ચાલી નીકળવું કારણકે મને મારા સાસુનો બહુ જ સપોર્ટ રહ્યો છે, તેમણે બધી જવાબદારીઓ એ રીતે ઉપાડી કે તેનો જરા સરખો બોજ કે ખટકો મને ન રહે.`
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયો શૅર કરતાં નિલમ પોતાના ચાહકોને પણ પૂછે છે કે તમે પણ જણાવો કે તમારું 21મું ટિફિન કોણ છે? કોણ છે જે તમારી જિંદગીનો સ્વાદ, સહકાર, ખુશી, રંગ બધું જ છે, જે તમને આગવી રીતે સાચવી લે છે.