Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલ્હાર ઠાકરને પસંદ આવ્યું આ ફિલ્મનું ટ્રેલર, જાણો શું લખ્યું ?

મલ્હાર ઠાકરને પસંદ આવ્યું આ ફિલ્મનું ટ્રેલર, જાણો શું લખ્યું ?

Published : 16 September, 2019 06:17 PM | IST | અમદાવાદ

મલ્હાર ઠાકરને પસંદ આવ્યું આ ફિલ્મનું ટ્રેલર, જાણો શું લખ્યું ?

Image Courtesy: Malhar Thakar Facebook

Image Courtesy: Malhar Thakar Facebook


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પોતાની સ્ટાઈલ અને ફિલ્મોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. જો કે તાજેતરમાં તો મલ્હારની કોઈ ફિલ્મ નથી આવી રહી, પરંતુ તેમની વેબસિરીઝ મિડનાઈટ વીથ મેનકા હિટ રહી હતી. મિડનાઈટ વીથ મેનકામાં ફેન્સને મલ્હારની સ્ટાઈલ અને એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી. જો કે હવે મલ્હાર ઠાકરને એક ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યું છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ રઘુ CNGનું ટ્રેલર મલ્હાર ઠાકરને ખૂબ જ ગમ્યું છે.


મલ્હારે પોતાના ફેસબુક હેન્ડલ પર આ ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું છે. આ ટ્રેલરની સાથે મલ્હારે લખ્યું છે,'રઘુ cng' નામ ની ગુજરાતી ફિલ્મ નું ટ્રેલર ખરેખર ગમ્યું..!
All the best to the team and I can see a super teamwork..???'





ફિલ્મ રઘુ CNG 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે ફિલ્મ એક સાઈકો વ્યક્તિની વાર્તા છે, જેણે બે વ્યક્તિઓને કિડનેપ કર્યા છે અને તેમને ત્રાસ આપી રહ્યો છે. જો કે આ બંને વ્યક્તિને કેમ કિડનેપ કરાયા છે તેનો ખુલાસો ટ્રેલરમાં નથી. આ માટે તો ફિલ્મ જ જોવી પડશે. રઘુ સીએની સ્ટોરી વિશાલ વડાવલાએ લખી છે, ફિલ્મને ડિરેક્ટ પણ તેઓ જ કરી રહ્યા છે. ફિલ્મમાં ઈથન, જગજીતસિંહ વાઢેર, શર્વરી જોશી, ચેતન દૈયા લીડ રોલમાં છે. તો ફિલ્મને જે. કે. ઠુમ્મર, હિરેન ઠુમ્મર, તેજસ ઠુમ્મરે પ્રોડ્યુસ કરી છે.


મલ્હાર ઠાકરના વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લે તેઓ વેબસિરીઝ ડુ નોટ ડિસ્ટર્બમાં દેખાયા હતા. આ પહેલા તેમની ફિલ્મ શરતો લાગુ રિલીઝ થઈ હતી, જે પણ હિટ રહી હતી. હાલ મલ્હાર પોતાની અપકમિંગ ફિલ્મ 'સારાભાઈ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેને નીરજ જોષી ડિરેક્ટ કરી રહ્યા છે. નીરજ જોશી સાથે મલ્હારની આ ત્રીજી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 06:17 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK