`કસુંબો` રિલીઝ થાય એ પહેલા રોનક અને શ્રદ્ધાની અલગ અલગ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એવી સ્થિતિમાં ચાહકોને આ કલાકારોના અલગ અલગ અંદાજ જોવા મળે છે. રોનક કામદાર ઈટ્ટા કિટ્ટામાં ફેમિલ મેનના પાત્રમાં જોવા મળશે.
રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર
Kasoombo: ગુજરાતી સિનેમામાં વર્ષ 2024ની શરૂઆત "ડેની જીગર" ફિલ્મ સાથે થઈ છે. એના પછી "ઈટ્ટા કિટ્ટા", "મારા પપ્પા સુપરહીરો", "કસુંબો", "કમઠાણ" અને "નાસુર" જેવી ફિલ્મ્સ એક પછી એક લાઈનમાં જ છે. આ તમામ ફિલ્મ્સ હાલમાં ચર્ચામાં છે. બધી ફિલ્મોના વિષયમાં વિવિધતા જોવા મળે છે. પરંતુ આ તમામ ફિલ્મમાંથી અત્યારે આપણે વાત કરીશું કસુંબો ફિલ્મની. `કસુંબો` એ એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ છે. રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર સહિતની જબરદસ્ત બહોળી સ્ટાર કાસ્ટ સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક વિજયગીરી બાવા આ ફિલ્મને લઈને આવી રહ્યાં છે.



