Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી અભિનેત્રી માનસી પારેખે જીત્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: આ ગુજરાતી ફિલ્મનું નામ પણ સામેલ

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખે જીત્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: આ ગુજરાતી ફિલ્મનું નામ પણ સામેલ

Published : 16 August, 2024 04:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (70th National Film Awards) મળ્યો છે. માનસી પારેખને આ પુરસ્કાર ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મળી રહ્યો છે

માનસી પારેખની ફાઇલ તસવીર

માનસી પારેખની ફાઇલ તસવીર


70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (70th National Film Awards)ની જાહેરાત શુક્રવારે 16 ઑગસ્ટના રોજ કરવામાં આવી હતી. આ વખતે પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ જીતી છે. તેણે બે કેટેગરીમાં એવૉર્ડ જીત્યા છે. આ સાથે જ મનોજ બાજપેયીને સિરીઝ `ગુલમહોર` માટે નેશનલ એવૉર્ડ પણ મળ્યો છે. પ્રિતમને રણબીર કપૂર અભિનીત `બ્રહ્માસ્ત્ર` માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. રિષભ શેટ્ટીને ફિલ્મ `કંતારા` માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવૉડ જાહેર કરવામાં આવ્યો છે.


ખાસ વાત એ છે કે આ વર્ષે નિત્યા મેનન સાથે જ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (70th National Film Awards) મળ્યો છે. માનસી પારેખને આ પુરસ્કાર ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મળી રહ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય, સામાજિક મુદ્દા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્નો એવૉર્ડ પણ ‘કચ્છ એક્સપ્રેસ’એ જીત્યો છે.



આ વર્ષે એવૉર્ડ (70th National Film Awards) જીતવાની રેસમાં ઘણી ફિલ્મો છે. આ વર્ષે, 1 જાન્યુઆરી, 2022 અને 31 ડિસેમ્બર, 2022 વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. બેસ્ટ એક્ટર કેટેગરીમાં રિષભ શેટ્ટી, મનોજ બાજપેયી અને મામૂટી વચ્ચે ટક્કર હતી.


અહીં જાણો 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોણે કઈ શ્રેણીમાં એવૉર્ડ જીત્યો:

  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - અટ્ટમ (મલયાલમ)
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - ગુલમોહર
  • શ્રેષ્ઠ દિગ્દર્શક - સૂરજ બડજાત્યા (ઊંચાઈ)
  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (બેકગ્રાઉન્ડ) - એઆર રહેમાન (પોનીયિન સેલવાન-1)
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ એવૉર્ડ - કંટારા (ઋષભ શેટ્ટી)
  • રાષ્ટ્રીય, સામાજિક મુદ્દા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી)
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – કેજીએફ ચેપ્ટર 2
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - પોનીયિન સેલવાન 1
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - કાર્તિકેય 2
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - વલવી
  • શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કાબેરી અંતર્ધાન
  • શ્રેષ્ઠ તાઈવા ફિલ્મ - સિકાઈસલ
  • શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - સાઉદી વેલાક્કા
  • સર્વશ્રેષ્ઠ આસામી ફિલ્મ – ઈમુથી પુથી
  • શ્રેષ્ઠ અભિનેતા - ઋષભ શેટ્ટી (કાંતારા)
  • શ્રેષ્ઠ અભિનેત્રી - નિત્યા મેનન (થિરુચિત્રમ્બલમ), માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)
  • સ્પેશિયલ મેન્શન એવૉર્ડ - મનોજ બાજપેયી (શ્રેષ્ઠ અભિનેતા - ગુલમોહર)
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - નીના ગુપ્તા (ઉંચાઈ)
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
  • શ્રેષ્ઠ ફિલ્મ એનિમેશન-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ - બ્રહ્માસ્ત્ર ભાગ 1 (અયાન મુખર્જી)
  • શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી) - બોમ્બે જયશ્રી (સાઉદી વેલાક્કા)
  • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - અરિજિત સિંહ (કેસરિયા, બ્રહ્માસ્ત્ર)
  • શ્રેષ્ઠ સંગીત પુરસ્કાર - પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
  • શ્રેષ્ઠ ગીતનો એવૉર્ડ – નૌશાદ સદર ખાન (ફૌજા-હરિયાણવી મૂવી)
  • શ્રેષ્ઠ સ્ટંટ કોરિયોગ્રાફી - KGF ચેપ્ટર 2
  • શ્રેષ્ઠ સંપાદન એવૉર્ડ - અટ્ટમ (મલયાલમ)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અપરાજિતો
  • સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક - કિશોર કુમાર: ધ અલ્ટીમેટ બાયોગ્રાફી (અનુરાધા ભટ્ટાચારજી, પાર્થિવ ધર)
  • વિશેષ ઉલ્લેખ (સંગીતનો ઉલ્લેખ) - સંજય સલિલ ચૌધરી
  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવૉર્ડ - KGF ચેપ્ટર 2 (અંબારીવ)
  • શ્રેષ્ઠ મેકઅપ - અપરાજિતો (સોમનાથ કુંડુ)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અપરાજિતો (આનંદ આધ્યા)
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - પોનીયિન સેલવાન 1 (આનંદ કૃષ્ણમૂર્તિ)
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - પોનીયિન સેલવાન 1 (રવિ વર્મન)
  • શ્રેષ્ઠ બાળ કલાકાર - શ્રીપથ (મલિકાપુરમ)

અલ્લુ અર્જુને વર્ષ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તેને આ સન્માન ફિલ્મ `પુષ્પાઃ ધ રાઇઝ` માટે મળ્યું હતું. તે જ સમયે, શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ આલિયા ભટ્ટને `ગંગુબાઈ કાઠિયાવાડી` માટે અને કૃતિ સેનનને `મિમી` માટે મળ્યો હતો. વર્ષ 1954માં રાષ્ટ્રીય પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ રાજ્ય પુરસ્કાર રાખવામાં આવ્યું હતું. તે સમયે પ્રાદેશિક ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મોનું જ સન્માન કરવામાં આવતું હતું.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 04:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK