Gujarati films came truly of age: સ્પેશિયલ સ્ટોરીઝથી માંડીને બ્લૉકબસ્ટર સફળતાઓ સુધી, આ વર્ષે ગુજરાતી સિનેમાએ સતત દર્શાવી પોતાની આગવી ઓળખ
આનંદ પંડિત (ફાઈલ તસવીર)
આ વર્ષે, ધ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની ચોથી સીઝન 7થી 9 જુલાઈ દરમિયાન શિકાગો, અમેરિકામાં આયોજિત કરવામાં આવી હતી. ગુજરાતી સિનેમાની વધતી લોકપ્રિયતા અને તે ઉત્સુકતાના સંકેત હતા જેથી સાથે ગુજરાતી ઑડિયન્સ એવી સ્ટોરીઝ શોધી રહી છે જેમાં પરિવારની ભાવના, ઘરની ભાવના જોડાતી જોવા મળે છે.
Gujarati films came truly of age: આપણાં દેશમાં પણ, ગુજરાતી સિનેમાએ નોંધનીય પ્રશંસા હાંસલ કરી છે. થોડાક અઠવાડિયા પહેલા જ મનીષ સૈની દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ `ગાંધી એન્ડ કંપની`એ 69મા રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કારમાં ભારતની સર્વશ્રેષ્ઠ બાળ ફિલ્મની શ્રેણીમાં સ્વર્ણ કમલ પુરસ્કાર હાંસલ કર્યો હતો.
ADVERTISEMENT
પાન નલિનની આત્મકથનાત્મક ફિલ્મ `છેલ્લો શૉ`એ `સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ`નું પુરસ્કાર હાંસલ કર્યું, અને જે રીતે અત્યાર સુધી બધા જાણે છે કે આને 95મા અકાદમી પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં પસંદગી પામી હતી. પાન નલિન, જે અમરેલી જિલ્લાના અદતલા ગામમાં જન્મ્યા હતા, તેમણે વિશ્વ સ્તરીય સિનેમાની કોઈક ક્ષેત્રીય સંસ્કૃતિ અને લોકાચારમાં રહેલી ઊંડી પ્રાસંગિકતા અને એક સાર્વભૌમિક પ્રભાવ પેદા કરી શકવાની ક્ષમતા દર્શાવી.
આ વિશે વિચારતા, અહીં કંઈક એવું છે જેને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની હાલની પેઢી ઊંડાણપૂર્વક સમજે છે. ઉદાહરણ માટે, હેલ્લારો (2019) 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીતનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની. `રેવા: અ જર્ની વિદઇન`એ તે જ વર્ષે ગુજરાતીમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો. `રૉન્ગ સાઈડ રાજૂ`એ 2016માં અને `ધાડ`એ 2017માં જીત હાંસલ કરી. `રૉન્ગ સાઈડ રાજૂ`માં અભિનયના પાવરહાઉસ તરીકે જાણીતા પ્રતીક ગાંધીએ અભિનય કર્યો, જે ઓટીટી હિટ `સ્કૅમ-1992`માં પોતાના પ્રદર્શનથી પ્રભાવ પાડી શક્યા.
Gujarati films came truly of age: આ વર્ષ ખાસ મહત્ત્વપૂર્ણ રહ્યું કારણકે ગુજરાતી સિનેમાને પણ મોટાપાયે વ્યાવસાયિક સફળતા મળી. ફન્ડિંગ અને પાયાકીય ઢાંચાની અછત જેવી મુશ્કેલીઓ, જે એક સમયે ફિલ્મોના વિકાસને પ્રભાવિત કરતી હતી, હવે આ ઈન્ડસ્ટ્રીને પાછળ નહીં ખેંચી શકે.
આપણે ખરેખર 1932થી એક લાંબો પ્રવાસ ખેડી ચૂક્યા છીએ જ્યારે નાનુભાઈ વકીલ દ્વારા નિર્દેશિત પહેલી ગુજરાતી ફુલ-લેન્ગ્થ ટૉકી `નરસિંહ મેહતા` રિલીઝ થઈ હતી. ત્યારથી 50 અને 1970 દરમિયાન, જ્યારે માત્ર 55 ફિલ્મોનું નિર્માણ થયું હતું, ત્યારથી આ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી મંદીનો સમય રહ્યો. આજે આપણે દર વર્ષે સરેરાશ 55થી 60 ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છીએ અને વિષયવસ્તુ તરીકે પણ, આપણે પૌરાણિક, નૈતિક, લોક નાટકોથી ખૂબ જ દૂર ગયા છીએ અને વધારે સમસામયિક વિષયોની શોધ પણ કરી રહ્યા છીએ. આજના ફિલ્મ નિર્માતા સાયન્ટીફાઈ, સમકાલીન રોમાન્સ, જીવન સાથે જોડાયેલી ફિલ્મ અને સામાજિક રીતે પ્રભાવશાળી સ્ટોરીઝ જેવી શૈલીઓમાં પણ પગપેસારો કરી રહ્યા છે જેના પરિણામ આજે બધાને જોવા મળી રહ્યા છે.
Gujarati films came truly of age: હકીકતે મારી હોમ પ્રૉડક્શન `3 એક્કા`, જે ત્રણ યુવાનોની વાર્તાની આસપાસ વણાયેલી એક સિચ્યુએશનલ કૉમેડી હતી, તેણે રેકૉર્ડ તોડ બિઝનેસ કર્યો અને પહેલા જ અઠવાડિયામાં લગભગ 1.6 મિલિયન ડૉલરની કમાણી કરી. એ પણ તે સમયે જ્યારે `જવાન` જેવી મોટા બજેટની ફિલ્મો પણ જોરદાર બિઝનેસ કરી રહી હતી. ફિલ્મની સફળતા માત્ર વ્યક્તિગત જીત નથી, પણ સારી રીતે તૈયાર કરવામાં આવેલ ક્ષેત્રીય સિનેમા પ્રત્યે દર્શકોના પ્રોત્સાહનનું પ્રમાણ પણ હોય છે. ફિલ્મને આખા ગુજરાત અને તેની બહારના દર્શકો પાસેથી જે સમર્થન મળ્યું તે ઉત્સાહજનક રહ્યું.
જો કે, `3 એક્કા`ની યાત્રા પડકારરહિત નહોતી. ઇન્ડસ્ટ્રી હજી પણ લિમિટેડ બજેટ, ડિસ્ટ્રીબ્યૂશન ચેલેન્જિસ અને મોટા પાયે હિન્દી અને હૉલિવૂડ બ્લૉકબસ્ટર્સ સાથે પ્રતિસ્પર્ધા જેવા મુદ્દાઓથી જજૂમી રહી છે. જો કે, હવે સફળતાની સ્ટોરીઝની વધતી સંખ્યા જોવા મળી રહી છે. આનું એક ઉદાહરણ કોકોનટ મોશન પિક્ચર્સની કૉમેડી-ડ્રામા `બુશર્ટ ટી-શર્ટ` છે, જેણે આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું.
Gujarati films came truly of age: હું કહીશ કે ક્ષેત્રીય અને અખિલ ભારતીય સિનેમા વચ્ચે રેખાઓ અંતતઃ ભૂંસાતી જોવા મળી રહી છે. હકીકતે, 2015માં `છેલ્લો દિવસ` એટલી મોટી હિટ હતી કે ફિલ્મને હિન્દીમાં `ડેઝ ઑફ ટેફ્રી` નામે બનાવવામાં આવી હતી.
આજે અનેક અન્ય ક્ષેત્રીય ઉદ્યોગોની જેમ, ગુજરાતી ફિલ્મો સાંસ્કૃતિક વિશિષ્ટતાઓમાં વણાયેલ પ્રાસંગિક માનવીય સ્ટોરીઝના માધ્યમે દર્શકો સાથે સંબંધ બનાવી રહી છે. `આગંતુક`, `21મું ટિફિન`, `શુભ યાત્રા`, `ગુલામ ચોર`, `ગાંધી એન્ડ કંપની`, એવી કેટલીક ફિલ્મો છે જે મનોરંજનના સ્તર અને વિષયગત સામગ્રી મામલે હિન્દી ફિલ્મો સાથે કૉમ્પિટીશન પણ કરી શકે છે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે ભાષાકીય વિવિધતાઓને સ્વીકારી રહી છે અને અમે વિભિન્ન ભાષાઓ અને ક્ષેત્રોમાં પ્રતિભા અને સ્ટોરીઝને જોઈ શકીએ છીએ અને આ એક વખાણવાયોગ્ય બદલાવ છે. દર્શકો પણ વિવિધ સામગ્રી ઇચ્છે છે અને મેટા-ટાઈટલ તેમજ ડબિંગે આખા ભારત અને વિશ્વની વાર્તાઓને સરળતાથી સુલભ બનાવી દીધી છે. આથી ગુજરાતી સિનેમા સહિત ક્ષેત્રીય ઈન્ડસ્ટ્રી પોતાના દર્શકોની સંખ્યા પહેલા કરતા વધારે સારી રીતે વધારી રહી છે.
જે રીતે ગુજરાતી સિનેમામાં આપણે એક અસામાન્ય વર્ષને અલવિદા કહી રહ્યા છીએ, એ સ્પષ્ટ છે કે ઇન્ડસ્ટ્રી પહેલા કરતાં ઘણી વધારે દ્રઢ વિશ્વાસ, આત્મવિશ્વાસ અને શિષ્ટતા સાથે વાર્તાઓ કહેવા માટે તત્પર છે. 2023એ માત્ર ક્ષેત્રીય મંચ નહીં પણ ગુજરાતી સિનેમાની વિશાળ ક્ષમતાની એક ઝાંખી બતાવી છે. એક નિર્માતા તરીકે, હું પાઈપલાઈનમાં આવનારી પરિયોજનાઓને લઈને ઉત્સાહિત છું અને મારું માનવું છે કે તે સીમાઓથી પર ગુજરાતી સિનેમાની લહેરમાં યોગદાન આપશે.
આનંદ પંડિતે કરેલી પોસ્ટમાંથી લેવાયેલ અહેવાલ.