બૉલિવૂડ અભિનેત્રીઓ વાણી કપૂર અને રાશિ ખન્નાએ ૨૮ મેના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કર્યા પછી અભિનેત્રીઓએ જણાવ્યું કે, આ લાગણી અદ્ભુત છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, રાશિ ખન્નાએ કહ્યું, ‘તે આનંદની વાત હતી. મને આશા છે કે મહાકાલ અમને ફરીથી બોલાવશે.’ વાણી કપૂરે કહ્યું, ‘તે શાનદાર લાગણી હતી’.