બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પોતાની સિનેમાની પડકારજનક શરૂઆત વિશે વાત કરી હતી. તેઓએ નિખાલસપણે દિલ્હીથી મુંબઈમાં આવ્યાની વાત શૅર કરી હતી. તેઓએ કુટુંબની સહાય વિના કઈ રીતે પોતાની સફર પર કરી તેના વિશે નિખાલસપણે વાત કરી હતી. ઈંગ્લેન્ડની સૌથી જૂની શાળામાં ભણ્યા હોવા છતાં તે ઓક્સફોર્ડનો અભ્યાસ ન કરવાને લઈને તેના પેરેંટલ વિખવાદને સમજાવે છે.