શાહરૂખ ખાનના ચાહકો શનિવારે તેના ઘર મન્નતની બહાર SRKના સિગ્નેચર પોઝમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એકઠાં થયા હતા. સફેદ ટી-શર્ટ પહેરીને, કિંગ ખાને ઘરની બહાર તેના ચાહકોનું અભિવાદન કર્યું અને પોતાનો આઈકૉનિક પોઝ આપ્યો હતો. આ રેકોર્ડ ફિલ્મ પઠાણના ટેલિવિઝન પ્રીમિયરની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો, શાહરુખ ખાને ચાર વર્ષથી વધુ સમય બાદ પઠાણ દ્વારા ફિલ્મમાં કમબેક કર્યું હતું.