જવાનની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દિગ્દર્શક એટલી અને અન્યોએ હાજરી આપી હતી. દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન પ્રત્યેના પ્રેમ માટે જ જવાનનો ભાગ બનવાની વાત કરી હતી. જ્યારે કિંગ ખાને દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર, વિજય સેતુપતિના વખાણ કર્યા હતા. તેમણે લગભગ ચાર વર્ષથી જવાન પર સખત મહેનત કરવા બદલ ટેકનિશિયનોનો આભાર પણ માન્યો હતો.