સની દેઓલના પુત્ર રાજવીર દેઓલ અને પૂનમ ધિલ્લોનની પુત્રી પાલોમાની ડેબ્યુ ફિલ્મ `ડોનો` આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યા દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. મુંબઈમાં 5 ઓક્ટોબરે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આમિર ખાન, સલમાન ખાન અને અનુપમ ખેરથી લઈને સની દેઓલ, બોબી દેઓલ, જેકી શ્રોફ, શ્રિયા સરન અને અલકા યાજ્ઞિક સુધીના કલાકારો હાજર રહ્યાં હતાં.