ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સરકાર’ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મ ‘ધ ગોડફાધર’ નહીં પણ મારિયો પુઝોના પુસ્તક પર વધુ આધારિત છે, પરંતુ તેમણે તેમની ફિલ્મને સંપૂર્ણપણે બોમ્બે પર આધારિત રાખી હતી. જો બાળ ઠાકરે ન હોત તો શું તેઓ ‘સરકાર’ ફિલ્મ બનાવી શક્યા હોત? મિડ-ડે સાથેના એક પોડકાસ્ટમાં ‘બોમ્બે ફિલ્મ સ્ટોરીને યાદ કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે કેવી રીતે બાળાસાહેબ ઠાકરેના વિશાળ વ્યક્તિત્વએ તેમને ‘સરકાર’ ફિલ્મ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમ જ શા માટે અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે જેને લીધે આ ફિલ્મને લોકોએ સકારાત્મક રીતે જોઈ છે.