95માં એકેડેમી એવોર્ડ્સમાં ઑસ્કર ૨૦૨૩ (Oscar 2023)ની આજે ઘોષણા કરવામાં આવી છે. જેમાં ભારતીય ફિલ્મોનો પડઘો પડ્યો છે. ઑસ્કર 2023માં ભારતની શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ `ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ` (The Elephant Whisperers)એ એવૉર્ડ જીતી ઈતિહાસ રચી દીધો છે. પ્રોડયુસર ગુનીત મોંગાની આ ફિલ્મને એવોર્ડ્ મળતાં ખુશીની લહેર ફરી વળી છે.